નકુલ મહેતાએ દીકરા સૂફી સાથેનો સુંદર વીડિયો કર્યો શેર

મુંબઈ, બડે અચ્છે લગતે હૈ ૨ સીરિયલમાં નકુલ મહેતાને પરિવારના દરેક સભ્યોનું ધ્યાન રાખતો દેખાડવામાં આવ્યો છે. રીલની જેમ રિયલ લાઈફમાં પણ એક્ટર ફેમિલી મેન છે. નકુલ મહેતાનું જીવન પત્ની જાનકી પરીખ અને દીકરા સૂફીની આસપાસ વણાયેલું છે.
બ્લૂ આંખો, બ્લોન્ડ વાળ અને ગુલાબી ગાળ ધરાવતો સૂફી ૧૪ મહિનાનો થઈ ગયો છે અને તે ક્યૂટ સ્ટારકિડ્સમાંથી એક છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેલા નકુલ મહેતાએ એક વીડિયો દ્વારા દીકરા સૂફીને સુંદર મેસેજ પાઠવ્યો છે. આ સાથે તેણે બાપ-દીકરાની સુંદર ક્ષણોનો એક વીડિયો પણ શેર કર્યો છે.
જેમાં સૂફી નવજાત હતો તે સમયની ઝલક જાેવા મળે છે. વીડિયોમાં નકુલ મહેતાને નાનકડા સૂફીને ખોળામાં ઊંઘાડતા, તેને ગાર્ડનમાં રમાડતા તેમજ હાથમાં સ્ટોરી બૂક લઈને તેને સ્ટોરી કહેતો જાેવા મળી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં નકુલ મહેતા કહી રહ્યો છે કે, ‘હવે હું પિતા બન્યો તે પહેલાના જીવનની કલ્પના પણ કરી શકતો નથી.
સૂફીનો ઉછેર કરવો, તેની કાળજી રાખવી, તે જાગી જશે તે ડરથી નસકોરા ન બોલાવવા, બહાર જાણે દુનિયા જ નથી તેમ તેને પકડવો. મારી પોતાની નબળાઈઓ અને લાગણીઓ, લાગણીઓ જેના વિશે આપણે ક્યારેય કોઈને કહેતા નથી તેનામાં ઉંડા ઉતરીને પુરુષત્વ સ્વીકારવું. તેનામાં મને થોડો મારો પણ અંશ દેખાય છે, આભાર સૂફી!’. બેકગ્રાઉન્ડમાં ‘આંખો સે બતાના’ સોન્ગ વાગી રહ્યું છે.
નકુલ મહેતાના આ વીડિયો પર ફ્રેન્ડ્સ અને ફેન્સ કોમેન્ટ્સ ડ્રોપ કરી રહ્યા છે. એક્ટરની પત્ની જાનકી પરીખે લખ્યું છે ‘માય લવ’. તો દિશા પરમારે લખ્યું છે ‘આ હૃદય પીગળાવનારું છે’.
આ સિવાય ફેન્સ બાપ-દીકરાની જાેડીના વખાણ કરી રહ્યા છે. કેટલાકે સૂફીને ક્યૂટ કહ્યો છે તો કેટલાકે તેને નકુલ મહેતા જેવો પિતા મળ્યો તે માટે નસીબદાર ગણાવ્યો છે. જણાવી દઈએ કે, નકુલ મહેતા અને જાનકી પરીખે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. લગ્નના નવ વર્ષ બાદ તેઓ માતા-પિતા બન્યા હતા.
ફેબ્રુઆરી, ૨૦૨૧માં સૂફીનો જન્મ થયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, નકુલ મહેતા હાલ સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં જાેવા મળી રહ્યો છે. જેમાં તે ‘રામ’નું પાત્ર ભજવી રહ્યો છે. આ સીરિયલમાં તેની ઓપોઝિટમાં દિશા પરમાર છે, જે ‘પ્રિયા’ના રોલમાં છે.
આ સિવાય એક્ટર વેબ સીરિઝ ‘નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ સીઝન ૨’માં જાેવા મળવાનો છે. જેમાં તેની સાથે કરણ વાહી અને અન્યા સિંહ પણ છે.SSS