નકુલ મહેતાના બે મહિનાના દીકરાની સર્જરી કરાઈ

મુંબઈ: ટીવી સીરિયલ ઈશ્કબાઝમાં જાેવા મળેલા નકુલ મહેતા અને તેની પત્ની જાનકી પારેખ આ વર્ષના ફેબ્રુઆરીમાં દીકરા સૂફીના માતા-પિતા બન્યા. માતા-પિતા બનવાના કારણે પરિવાર પૂરો થયો હોવાની ખુશી વચ્ચે નકુલ અને જાનકીને એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમને જાણ થઈ કે દીકરા સૂફીને છે. ૨ મહિનાના સૂફીની હાર્નિયાની સર્જરી થવાની હતી અને આ વાત સાંભળીને નકુલ મહેતા અને તેની પત્નીની દુનિયામાં જાણે ભૂકંપ આવી ગયો હતો. આખરે કેવી રીતે દીકરાની સર્જરી થઈ અને કેવી રીતે તેણે પોતાને તૈયાર કરી તે વાતની માહિતી જાનકીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને આપી છે. જાનકીએ દીકરા સૂફી સાથેની તસવીર શેર કરી છે,
જેમાં દીકરાને ભેટીને જાનકીના ચહેરા પર શાંતિના હાવભાવ જાેવા મળી રહ્યા છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘જે દિવસે મને આ વિશે જાણ થઈ ત્યારે મારા આંસુ રોકાઈ રહ્યા નહોતા. મારી આગામી ત્રણ રાત સર્જરી માટે બે મહિનાના દીકરાને તૈયાર કરવામાં પસાર થઈ. સૌથી વધારે એ વાતનો ડર એ હતો કે, તેને સર્જરીના ૪ કલાક પહેલા ભૂખ્યા રહેવાનું હતું અને સર્જરીના ૨ કલાક બાદ પણ. તેને આપવાનું હતું. સર્જરીના દિવસ સુધી હું રોજ રાતે ૩ કલાકે તેને ઉઠાડીને દૂધ પીવડાવતી હતી અને તેની ઊંઘવાની પેટર્ન પણ એ રીતે બદલી કે તે આગામી ૪.૫ કલાક સુધી ઉઠે નહીં.
જાે ઉઠી જાય તો હું તરત તેને દૂધ પીવડાવતી નહોતી. જાનકીએ આગળ લખ્યું છે કે, ‘મારો પ્લાન હતો કે, મારા દીકરાને સર્જરીના દિવસે પ્રોસેસ પ્રમાણે તૈયાર કરીશ જેથી તેનું બોડી તે દિવસે સમયના હિસાબથી રિસ્પોન્ડ કરે. તે પહેલાથી જ દૂધ માટે ઊંઘીને ઉઠી ન જાય. હું સતત તેની સાથે વાત કરતી હતી કે કેવી રીતે સર્જરીના દિવસે તેને વધારે સમય ઊંઘવાનું છે અને અમે તેમાથી કેવી રીતે પસાર થઈશું. તે મારી સામે એકીટશે જાેતો અને ચૂપચાપ સાંભળતો.