નકુલ મહેતાનો દીકરો સાત મહિનાનો થતાં ચહેરો બતાવ્યો
મુંબઈ, ટીવી એક્ટર નકુલ મહેતા હાલ શો ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં જાેવા મળી રહ્યો છે. દિશા પરમાર સાથે નકુલ મહેતાએ ફરી એકવાર આ શોમાં જાેડી જમાવી છે. જાેકે, આજે નકુલ મહેતા આ શોને કારણે નહીં અંગત લાઈફના કારણે ચર્ચામાં આવ્યો છે. નકુલ મહેતા અને પત્ની જાનકી મહેતા ફેબ્રુઆરી ૨૦૨૧માં પેરેન્ટ્સ બન્યા હતા. ૩ ફેબ્રુઆરીએ જાનકી અને નકુલના દીકરા સૂફીનો જન્મ થયો હતો. ત્યારથી નકુલ અને જાનકી દીકરા સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં આવ્યા છે પરંતુ હંમેશા તેનો ચહેરો છુપાવ્યો છે.
૩ સપ્ટેમ્બર એટલે કે આજે સૂફી સાત મહિનાનો થતાં નકુલ અને જાનકીએ દીકરાનો ચહેરો દુનિયાને બતાવ્યો છે. નકુલ અને જાનકીએ સૂફીનો ક્યૂટ વિડીયો શેર કરીને તેનો ચહેરો બતાવ્યો છે. બ્લોન્ડ વાળ, બ્લૂ રંગની આંખો, ગુલાબી ગાલ અને તેનો નટખટ અંદાજ દિલ જીતી રહ્યા છે. નકુલ અને જાનકીનો દીકરો સૂફી કોઈ વિદેશીથી કમ નથી લાગતો અને વિડીયોની દર સેકંડ દેખાતી તેની માસૂમિયત ચહેરા પર સ્મિત લાવી દે છે. નકુલ અને જાનકીએ દીકરાનો આ વિડીયો શેર કરતાં લખ્યું, હું સૂફી છું અને આજે ૭ મહિનાનો થયો છું.
તમને સૌને મળીને ખુશી થાય છે. ઁજી મારા બદલે મારા પેરેન્ટ્સ પોસ્ટ કરી રહ્યા છે કારણકે હું થોડો વ્યસ્ત છું. જાનકી અને નકુલની આ પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ કોમેન્ટ કરીને નાનકડી સૂફીને પ્રેમ આપી રહ્યા છે. ગત મહિને જ સૂફી ૬ મહિનાનો થતાં નકુલ અને જાનકીએ પરિવાર સાથે નાનકડું સેલિબ્રેશન કર્યું હતું અને તેનો વિડીયો પણ શેર કર્યો હતો. વિડીયોમાં નકુલના પેરેન્ટ્સ અને બહેનને પણ જાેઈ શકાય છે. સૂફીના ૬ મહિનાને સેલિબ્રેટ કરવા માટે ઘર ફુગ્ગાથી સજાવાયું હતું અને પરિવારે સાથે મળીને દાલબાટીનો આનંદ લીધો હતો.
જાનકીએ વિડીયો શેર કરતાં લખ્યું હતું, “મારી ૬ મન્થ બર્થ ડેમાં વર્ચ્યુઅલી સામેલ થવા માટે આભાર. મમ્મીએ તમારા તમામ આશીર્વાદ અને શુભેચ્છાઓ મારા સુધી પહોંચાડી છે.SSS