નકુલ મહેતા અને જાનકીના ઘરમાં ટીવી બે વર્ષથી બંધ છે

મુંબઈ, નકુલ મહેતા અને જાનકી પરીખનો દીકરો સૂફી ક્યૂટ સ્ટાર કિડ્સમાંથી એક છે. કપલ ઘણીવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર સૂફીના વીડિયો અને તસવીરો શેર કરતાં રહે છે, જે ફેન્સને પસંદ આવે છે. સૂફી પણ ઈન્સ્ટાગ્રામ પર અલગ અકાઉન્ટ ધરાવે છે, જેના ખાસ્સા ફોલોઅર્સ છે. આ અકાઉન્ટ નકુલ અને જાનકી હેન્ડલ કરે છે. જાે કે, એક્ટરને સોશિયલ મીડિયા એક અભિશ્રાપ સમાન લાગે છે.
તેનું કહેવું છે કે તેણે આપણા સૌના જીવનને એકદમથી બદલી નાખ્યું છે. આ સિવાય આજના બાળકો પણ મોબાઈલમાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ વધારે ઘર બહાર રમતાં પણ જતાં નથી.
જ્યારે નકુલ મહેતાને પૂછવામાં આવ્યું કે, તે તેના દીકરા સૂફીને સોશિયલ મીડિયાથી કેવી રીતે બચાવશે અને બાળપણના મહત્વના પાસાઓને સમજાવશે ત્યારે તેણે વેબ પોર્ટલ પિંકવિલાને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘મારી પાસે તેનો ચોક્કસ જવાબ નથી, અત્યારે તેના વિશે કહેવું અપ્રમાણિક લાગશે કારણ કે, તે જ્યારે પાંચ અથવા છ વર્ષનો હશે ત્યારે અલગ જ હશે. તે એક વર્ષનો થયો છે.
પરંતુ હું અને જાનકી તેને ઘરે કોઈ પણ ડિજિટલ સ્ક્રિન ટાઈમ માટે પ્રોત્સાહન આપતા નથી’. તેણે ઉમેર્યું હતું કે, ‘અમે છેલ્લા બે દિવસથી ટીવી પણ ચાલું કર્યું નથી. કારણ કે, અમે પહેલાથી અમારા જીવનમાંથી તેને દૂર કરવા માગતા હતા. સૌથી બીજું, જ્યારે સૂફી જન્મનો જન્મ થયો ત્યારે તે ટીવી જુએ તેમ અમે ઈચ્છતા નહોતો.
જ્યારે પણ પરિવાર અથવા ફ્રેન્ડ્સનો વીડિયો કોલ આવે છે અને તેને ‘હાઈ’ કહેવા માગે છે ત્યારે જ તેને ફોન આપીએ છીએ. પરંતુ ટીવી નહીં અને કાર્ટૂન પણ નહીં. તે ખાલી મ્યૂઝિક સાંભળે છે જે બરાબર છે’. નકુલ મહેતા અને જાનકી પરીખનો લાડકો સૂફી સ્કૂલે પણ જવા લાગ્યો છે. એપ્રિલ મહિનાથી સૂફીના નર્સરી ક્લાસ શરૂ થઈ ગયા છે. સ્કૂલમાં સૂફીના પહેલા દિવસનો વીડિયો પણ કપલે શેર કર્યો હતો.
નકુલ અને જાનકીએ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા અને ૨૦૨૧માં તેમના ઘરે સૂફીનો જન્મ થયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, નકુલ મહેતા હાલ સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં ‘રામ’નું પાત્ર ભજવી રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં દિશા પરમાર છે. એક્ટર અત્યારસુધીના કરિયરમાં પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા અને ઈશ્કબાઝ જેવા શો સહિત વેબ શો અને શોર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યો છે.SS1MS