નક્સલીઓનો ખાત્મો કરવા કેન્દ્ર સરકારની કઠોર યોજના
નવી દિલ્હી, દેશના કેટલાક રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓનો ખાતમો કરવા માટેની યોજના પર છેલ્લા કેટલાક વર્ષોથી કામ ચાલી રહ્યુ છે. હવે આને અમલી કરી દેવામાં આવી ચુકી છે. નક્સલવાદીઓગ્રસ્ત વિસ્તારોમાં મોટા પાયે ઓપરેશન છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે. નક્સલવાદીઓ સામેના ઓપરેશનને વધારે તીવ્ર કરવા માટેની કવાયત ચાલી રહી છે. મોદી સરકાર-૨ સત્તામાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ આની યોજના પર કામ ચાલી રહ્યુ છે. નક્સલવાદીગ્રસ્ત માળખાને શોધી કાઢીને તેમને ખતમ કરવા પર સુરક્ષા દળો કામ કરી રહ્યા છે. તેમાં સફળતા પણ મળી છે.
એજન્ડાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે કેન્દ્ર સરકારે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. નક્સલવાદીઓ અને માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં આના ભાગરૂપે જારશોરથી વિકાસ કાર્યોને આગળ વધારી દેવામાં આવનાર છે. સાથે સાથે સરકારની યોજના છે કે આદિવાસી વિસ્તારોમાં નક્સલવાદીગ્રસ્ત ક્ષેત્રોમાં લોકો સુધી નક્સલીઓની વિકાસ વિરોધી છાપને પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી સમુદાયના પછાતપણાના મામલાને જારશોરથી ઉઠાવવામાં આવનાર છે. સરકાર અને સુરક્ષા સંસ્થાઓ સાથે મળીને માઓવાદી ગતિવિધી પર બ્રેક મુકવા આક્રમક રીતે કામ કરનાર છે.
મિડિયા માટે તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાને સરકારે મંજુરી આપી દીધી છે. પોલીસ ફોર્સ આધુનિકીકરણ યોજના હેઠળ માઓવાદી ક્ષેત્રોમાં નક્સલી અને હિંસક ડાબોરી વિચારધારાને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આ તમામ અભિયાનને જન જન સુધી પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી બહુમતિવાળા વિસ્તારોમાં આદિવાસી લોકપ્રિય તરીકા સાથે તમામ બાબતોને લોકો સુધી પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. માઓવાદી દેશના અનેક રાજ્યોમાં સક્રિય થયેલા છે. હાલમાં નક્સલવાદી હુમલામાં ફરી એકવાર વધારો થયો છે. જેને ધ્યાનમાં લઇને રણનિતી તૈયાર કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યો હજુ નક્સલવાદીગ્રસ્ત છે.