નગરોટા અથડામણ: પાકિસ્તાનના ઉચ્ચાયુકતને બોલાવી ફટકાર લગાવી
નવીદિલ્હી, નગરોટા અથડામણને લઇ ભારત સખ્ત નારાજ છે. વિદેશ મંત્રાલયે આજે સવારે નવીદિલ્હી ખાતે પાકિસ્તાનના ઉચ્ચાયુકતનેો બોલાવી કડક ફટકાર લગાવી છે.સુત્રોના જણાવ્યા અનુસાર સરકારે તેમને સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે પાકિસ્તાન પોતાની જમીનથી ચાલતી આંતકી પ્રવૃતિને બંધ કરે ભારત સરકાર પોતાના રાષ્ટ્રીય સુરક્ષા હિતોના સંરક્ષણ માટે તમામ આવશ્યક ઉપાય કરવા પ્રત્યે મક્કમ છે.
એ યાદ રહે કે ભારતમાં ૨૬/૧૧ જેવા આતંકી હુમલાને પરિણામ આપવા આવેલા ચાર આતંકીઓને સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના નગરોટામાં ગુરૂવારે અથડામણમાં ઠાર માર્યા હતાં. આ અથડામણ બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઇ છે.આતંકીઓ દેશમાં હુમલા કરવાની ફિરાકમાં હતાં તેને લઇ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહ મંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિદેશ સચિવ અને વરિષ્ઠ ગુપ્તચર પ્રતિષ્ઠાનોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
દરમિયાન આંતકીઓની સાથે અથડામણ અચાનક થઇ ન હતી આ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હતું સુરક્ષા દળોનું માનવુ છે કે સીમાપારથી આવેલ આતંકી એક મોટા હુમલાને પરિણામ આપવાના છે આ ઘટનાથી સંબંધિત માહિતી રાખનારા લોકોનું કહેવુ છે કે ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ ડિવાઇસના શરૂઆતકી આંકડાથી અને ચારેય આતંકીઓનીપાસે મળેલ મોબાઇલ ફોનથી માહિતી મળે છે કે તે પાકિસ્તાન ખાતે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઓપરેશનલ કમાંડર મુફતી રઉઝ અસગર અને કારી જરારના સંપર્કમાં હતાં.તેનો હેતુ કાશ્મીર ઘાટીમાં મોટો હુમલો કરવાનો હતો.અસગર જૈશના આતંકી મસુદ અઝહરનો નાનો ભાઇ છે.HS