નજર-૨નું શૂટિંગ ફરી શરૂ થશે
મુંબઈ, ટીવી અભિનેત્રી મોનાલિસા સતત પોતાની અદાઓને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સમયાંતરે તેની હોટ એન્ડ બોલ્ડ તસવીરો તે પોસ્ટ કરતી રહી છે. હાલમાં તે પતિ સાથે બહાર ફરવા ગઈ છે. લાંબો સમય ઘરમાં જ રહ્યા બાદ હવે તે બહાર નીકળી છે. તેણે એક પુલ પાસેની બિકીની તસવીર પોસ્ટ કરી છે મુંબઈના જ આ કોઈ સ્થળની આ તસવીર છે. મોનાલીસાના હોટ અંદાજને તેના ચાહકો સતત પસંદ કરતાં રહે છે. મૂળ ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી મોનાલીસાએ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં પણ હવે ધમાલ મચાવી રાખી છે. ભોજપુરીની સૌથી વધુ ફિલ્મોમાં તેણે મુખ્ય રોલ નિભાવ્યો છે. ટીવી પરદે તે નજર-૨ નામના શોમાં ડાયનનો રોલ નિભાવતી જાેવા મળી હતી. લોકડાઉનને કારણે આ શોનું શૂટીંગ બંધ થઈ ગયું હતું. હવે બહુ ઝડપથી આ શોનું શૂટીંગ શરૂ થાય એ પહેલાં તેણે પતિ વિક્રાંત સાથે રજાની મજા માણી હતી.