નજીવી બાબતે બોલાચાલી થતાં પુત્રએ પિતાને ઝીંકી દીધા દાંતરડાના ઘા
પિતાનું મોત, આરોપી પુત્ર ફરાર
બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી
અમદાવાદ,બોટાદ જિલ્લામાંથી ગઇકાલે એક ગુનાખોરીની વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં પિતા પુત્રની લડાઇમાં પુત્રએ પોતાના સગા બાપને મોતને ઘાટ ઉતારી દીધો છે, આ અંગે મૃતકના ભત્રીજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, હાલમાં પોલીસ પકડથી આરોપી દુર છે.
મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી, આ બોલાચાલી બાદ પીપળ ગામના જ પરિવારમાં મોતનો માતમ છવાઇ ગયો, કેમ કે ખુદ પુત્રએ પોતાના પિતાને દાંતરડાના ઘા મારી દીધા અને આ કારણે તેના પિતા મોતને ઘાટ ઉતરી ગયા હતા.
ખાસ વાત છે કે, પીપળ ગામમાં રહેતો આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને કામ-મજૂરી અર્થે અહીં આવ્યો હતો, અહીં આ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. પિતાની હત્યા કર્યા બાદ આરોપી પુત્ર ફરાર થઇ ગયો હતો. હત્યાની ઘટના અંગે મૃતકના ભત્રીજાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની પકડવાની અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ss1