નટુકાકાની માસીક આવક ૬થી ૭ લાખ રૂપિયા હતી
મુંબઈ, ટીવી શો તારક મેહતા કા ઉલટા ચશ્મામાં નટુકાકા બની સૌનું મનોરંજન કરનારા ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ફિલ્મી સ્યાપા નામની વેબસાઇટની માનિયે તો, નટુકાકાની નેટવર્થ ૩ કરોડ રૂપિયા છે, તેમની માસીક આવક ૬થી ૭ લાખ રૂપિયા છે.
તેઓ એક એપિસોડનાં ૩૦ થી ૩૫ હજાર રૂપિયા ચાર્જ લેતા હતાં. વાર્ષિક તેઓ ૭૦થી ૮૦ લાખ રૂપિાયની કમાણી કરતાં હતાં. આ તેમની છેલ્લી વર્ષ ૨૦૨૧ની કમાણીનાં આંકડા છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમની નેટવર્થ ડબલ થઇ ગઇ છે.
વર્ષ ૨૦૧૭માં તેમની નેટ વર્થ- ૧.૮ કરોડ રૂપિયા હતી. જે ૨૦૧૮માં વધીને ૨ કરોડ રૂપિયા થઇ હતી. વર્ષ ૨૦૧૯માં તેમની નેટ વર્થ ૨.૨ કરોડ રૂપિયા હતી. જ્યારે ૨૦૨૦માં તેમની નેટ વર્થ ૨.૫ કરોડ રૂપિયા હતી. જ્યારે વર્ષ ૨૦૨૧માં તેમની નેટ વર્થ ૩ કરોડ રૂપિયા નોંધવામાં આવી છે. તારક મેહતા કા ઉલટા ચશ્મામાં નટુકાકાનો તે રોલ અદા કરતાં નટુશંકર પ્રભાશંકર ઉધઇવાળાનાં પાત્રમાં તેઓ નજર આવતા.
જે જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સમાં મેનેજરની પોસ્ટ પર હતાં. જે હમેશાં તેમનાં શેઠને આપ મેરી પગાર કબ બઢાઓગે કહતાં અને તેમનું આ વાક્ય સિરિયલમાં ફેમસ હતું. ઘનશ્યામ નાયક છેલ્લાં ૧૩ વર્ષથી તારક મેહતા કા ઉલટા ચશમામાં નટુકાકા બની સૌનું મનોરંજન કર્યું.
તેમનાં જવાનું દુખ છે સાથે સાથે તેમની ખોટ ટીવી શોમાં પણ જરૂરથી વર્તાશે. ઘનશ્યામ નાયકના કરિઅરની વાત કરીએ તો, તેમણે ૧૦૦થી વધુ હિન્દી ગુજરાતી ફિલ્મ જ્યારે ૩૦૦થી વધુ હિન્દી ગુજરાતી ટીવી શોમાં કામ કર્યું છે. તેમણે ૧૨ જેટલાં ગીતોમાં પ્લેબેક સિંગર તરીકે કામ કર્યું છે.SSS