નટુ કાકાને પરિવારે રડતી આંખે અંતિમ વિદાય આપી
મુંબઇ, ‘તારક મહેતા’માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ ૭૭ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમસંસ્કાર આજે, એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં તેમને પ્રશંસકો અને ગુજરાતી ફિલ્મ જગતની હસ્તીઓ હાજર રહી હતી તારક મહેતાની મોટીના સભ્યો પણ અંતિમ યાત્રામાં જાેડાયા હતાં.
નટુ કાકાની અંતિમ યાત્રામાં ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા.
અહીંયા જેઠાલાલ (દિલીપ જાેષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જાેવા મળ્યા હતા.નટુ કાકાના અવસાન અંગે શ્રેણીમાં મામાનો રોલ કરનાર કાનાણી ખુબ જ ભાવુક થઇ ગયો હતો અને તે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો હતો.HS