નટૂકાકા મને દીકરી કહીને બોલાવતા હતા: બબીતાજી
મુંબઈ, ટીવીની લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતી સીરિયલ તારક મહેલા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક હવે દુનિયામાં નથી રહ્યા. રવિવારના રોજ લોકોના ફેવરિટ નટુ કાકાએ અંતિમ શ્વાસ લીધા. નટુ કાકા લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી તારક મહેકા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ શોકમાં ગરકાવ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબિતાજીનું પાત્ર ભજનવારા મુનમુન દત્તાએ પણ નટુકાકાના નિધન પર એક ભાવુક કરનારી પોસ્ટ લખીને દુખ વ્યક્ત કર્યું છે. મુનમુન દત્તાએ ઘનશ્યામ નાયક સાથે શૂટિંગના સમયની તસવીરો શેર કરી છે. મુનમુને કેપ્શનમાં લખ્યું છે કે, પ્રથમ તસવીર તે સમયની છે જ્યારે હું અંતિમ વાર તેમને મળી હતી.
તેમની લડવાની શક્તિ અને આવી સ્થિતિમાં પણ પ્રેરિત કરનારા તેમના શબ્દો મને સારી રીતે યાદ છે. કીમો કરાવ્યા પછી તેમણે સંસ્કૃતના બે શ્વોક સંભળાવ્યા હતા. તે બતાવવા માંગતા હતા કે તેમના ઉચ્ચારણ કેટલા પર્ફેક્ટ છે. સેટ પર હાજર તમામ લોકોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યુ હતું.
મુનમુન દત્તાએ આગળ લખ્યું કે, તે અમારા સેટ, અમારા યુનિટ અને આખી ટીમ માટે હંમેશા સારી વાતો કરતા હતા. સેટ તેમના માટે બીજુ ઘર હતો. તે પ્રેમથી મને દીકરી કહીને બોલાવતા હતા અને તે મને દીકરી માનતા હતા. તે અમારી સાથે ખૂબ હસતા હતા. મને યાદ આવે છે કે તે કઈ રીતે અમને પોતાના સ્ટ્રગલના દિવસોની વાતો સંભળાવતા હતા.
મને તે હંમેશા યાદ આવશે. હું હંમેશા તેમને એવી વ્યક્તિ તરીકે યાદ કરીશ જે અત્યંત સાચા હતા અને જ્યારે વાત કરતા હતા ત્યારે ક્યુટ લાગતા હતા. બબિતાજીએ આગળ લખ્યું છે કે, પાછલું એક વર્ષ કથળતા સ્વાસ્થ્યને કારણે તેમના માટે ઘણું મુશ્કેલ રહ્યું. કથળતી તબિયત હોવા છતાં તે કામ કરવા માંગતા હતા અને હંમેશા પોઝિટિવ રહેતા હતા. તેમની ઘણી યાદો છે અને લખવા માટે ઘણી સારી સારી વાતો છે.
હું પોતાને ખુશનસીબ માનુ છું કે કાકાને ૧૩ વર્ષથી જાણુ છું. હું અને બીજા બધા જ લોકો તમને ખૂબ યાદ કરીશું. આશા કરુ છું કે તમે એક સારા સ્થળ પર હશો. હવે તો તમારા કારણે સ્વર્ગમાં વધારે પ્રકાશ પથરાઈ ગયો હશે. નોંધનીય છે કે ઘનશ્યામ નાયક લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તારક મહેતા સિવાય તેમણે ૩૫૦થી વધારે ટીવી સીરિયલ અને લગભગ ૨૫૦ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.SSS