નડાબેટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાનો સાથે ભોજન કર્યું
દેશને દુનિયામાં તમામ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવાનો આયોજનબદ્ધ રીતે પ્રયાસઃ અમિત શાહ
અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા નડાબેટમાં સીમા દર્શન માટે નવનિર્મિત પર્યટન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.
શ્રી અમિત શાહે નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ સૈનિક સંમેલનમાં સંબોધન આપ્યું અને જવાનો સાથે ભોજન કર્યું તેમજ સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીમા સુરક્ષા દળ (BSF)ના મહાનિદેશક સહિત અનેય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. AmitShah had lunch with Officers & Jawans of BSF_India
in Badakhana organised at BOP Nadabet.
આ પ્રસંગે સંબોધન આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ સીમા સુરક્ષા દળ હોય, ખાસ કરીને BSFનું કામ ખૂબ જ મુશ્કેલ હોય છે. રેતીના તોફાન, ધગધગતો તાપ, હાડ થીજવી દેનારી ઠંડી જેવી તમામ સ્થિતિઓ વચ્ચે એકાગ્રતા સાથે આખા જીવન દરમિયાન કર્તવ્યનો મંત્ર સાકાર કરીને BSFના જવાનો દેશની ૬૩૮૫ કિલોમીટર લાંબી સરહદની સુરક્ષા કરે છે.
જ્યારથી શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે આરૂઢ થયા છે ત્યારથી દેશને દુનિયામાં તમામ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવાનો આયોજનબદ્ધ રીતે પ્રયાસ થઇ રહ્યો છે. આ પ્રયાસ સફળ થવાનું મૂળ કારણ એ છે કે, આપણા સીમા સુરક્ષા દળના જવાનો સરહદ પર અભેદ્ય સુરક્ષાનું સુદર્શન ચક્ર લઇને ઉભા છે, તમે સરહદોની સુરક્ષા કરો છો એટલે જ સરહદો પર વિકાસ કાર્યો કરવાનું શક્ય બન્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ તો એ સરહદ છે જ્યાં BSF અને સૈન્યના જવાનોએ ઉત્કૃષ્ટ પરાક્રમ કરી બતાવ્યું છે. લડાઇમાં લગભગ ૧૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પાકિસ્તાન પાસેથી છીનવી લઇને અહીં વિજય ધ્વજ ફરકાવવાનું કામ બોર્ડ સિક્યોરિટી ફોર્સે કર્યું છે. ખૂબ જ લાંબા સમય સુધી, જ્યાં સુધી સમજૂતી ના થઇ ત્યાં સુધી,
BSF એડમિનિસ્ટ્રેશનમાં પણ જાેડાયેલું રહ્યું અને ૧૯૬૫માં ૨૫ બટાલિયન સાથે આ સંગઠનની શરૂઆત થઇ હતી, આજે ૧૯૩ બટાલિયન અને ૬૦ આર્ટિલરી રેજિમેન્ટના ૨,૬૫,૦૦૦ જવાનોની મોટી સેના બની ગઇ છે. આખો દેશ અને દેશનો દરેક નાગરિક માને છે કે આ સંગઠન અને સેના ભારતની સુરક્ષાની ગેરેન્ટી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણ પ્રદેશમાં ઘુસણખોરી રોકવાની હોય, પૂર્વોત્તરમાં અને કેટલાક ડાબેરી ઉગ્રવાદી વિસ્તારોમાં આંતરિક સુરક્ષા સંભાળવાની હોય, ભારત- બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સૌહાર્દ જાળવી રાખીને દેશના તમામ હિસ્સાની સુરક્ષા કરવાની હોય,
ક્રીકના દુર્ગમ વિસ્તારોમાં ઢીંચણ સુધીના કીચડમાં કલાકો સુધી સજાગ રહેવાનું હોય તો પણ દુનિયામાં એવું બીજું કોઇ સુરક્ષા દળ નહીં હોય જે આટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં BSFની જેમ કામ કરે. અમિત શાહે જણાવ્યું હતું કે, નડાબેટમાં સીમા દર્શન કાર્યક્રમ પર ૧૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે.