નડિયાદઃ GIDCમાં ખુલ્લી જગ્યામાં ૧૫ કરતાં વધુ મકાન પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું
GIDCએ વારંવાર નોટિસો આપી છતાં દબાણ કરતાઓ ખાલી ના કરતા આખરે નિર્ણય લેવાયો
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ જીઆઇડીસી ફેઝ ૨ માં આજે તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરી જેસીબી મશીન થી કાચા પાકા દબાણો તોડી પાડ્યા હતા ચોમાસા આગમન ટાણે બે ઘર થયેલ ૧૫ થી વધુ પરિવાર અને તંત્રના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું
નડિયાદ કમળા રોડ પર આવેલ જીઆઇડીસી ના ફેઝ ૨ માં ૪૦૦૦ ચોરસ મીટર જેટલી ખુલ્લી જમીન પર લોકોએ ગેરકાયદેસર દબાણ કરી કાચા પાકા ઝૂંપડા બનાવી વસવાટ શરૂ કરી દીધો હતો સંબંધિત તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ કરતા ઓને જમીન ખાલી કરવા માટે વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં દબાણકર્તા ઓ દ્વારા જીઆઇડીસી ની જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી
જેના પગલે સંબંધિત તંત્ર દ્વારા આજે ત્યાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી નડિયાદ જીઆઇડીસી ફેઝ ૨ ખાતે જેસીબી મશીન લઈ પહોંચી ગયા હતા અને તેઓએ જેસીબી મશીન વડે ત્યાં લોકો એ ગેરકાયદેસર ઉભા કરેલ કાચા પાકા ઝુપડા હટાવવાની કામગીરી હાથ ધરી હતી જેને લઇ દબાણકર્તા ઓ અને સંબંધિત તંત્રના અધિકારીઓ વચ્ચે ચકમક જરી હતી આ વચ્ચે પણ તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી
જેને લઇ ત્યાં ગેરકાયદેસર કાચા પાકા છાપરા બાંધી રહેતા શ્રમજીવીઓ એ કામ ધંધે જવાના સ્થાને પોતાના ઘરનો સરસામાન , ઘરવખરી સલામત ખસેડવા કામ માં લાગી ગયા હતા તે સાથે તંત્ર દ્વારા જેસીબી મશીન વડે ત્યાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરી હતી
દરમિયાન તંત્રની કામગીરીને લઈ બેઘર થયેલ ત્યાં વસતા ૧૫ જેટલા શ્રમજીવી પરિવારો દ્વારા ચોમાસુ માથા પર છે ત્યારે જ તંત્ર દ્વારા દબાણ હટાવવાના નામે બેઘર કરવામાં આવ્યા છે
આ લોકોએ રોજ પૂર્વક જણાવ્યું હતું કે હાલમાં ચોમાસુંદી છે ત્યારે તંત્ર દ્વારા આ રીતે અમોને બેધર કરવા માંગે છે છેલ્લા ૧૫ વર્ષથી અમે આજ સ્થળે ઝૂંપડા બનાવી રહેતા હતા ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવા ના નામે હમને બે ઘર કર્યા હોય સરકાર દ્વારા અમને તેની અવેજમાં અન્ય સ્થળે મકાન બનાવવા માટે જમીન ફાળવવા માં આવે તેવી માગણી કરવામાં આવી છે.