નડિયાદના બારકોસીયા રોડ પર છેલ્લાં એક માસથી તસ્કરોનો આતંક છતાં પોલીસ નિષ્ક્રીય
આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગ કડક બનાવવા રહીશાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
નડિયાદ બારકોશીયા રોડ વિસ્તારમાં રહેત સેહજાદ આઈ વડતાલવાડા , મુસ્તાક એ મુસા , તેમજ અગ્રણીનો આજે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે બારકોશીયા રોડ વિસ્તારમાં વિવિધ સોસાયટીનો આવેલી છે .
આ સોસાયટીઓમાં છેલ્લાં એક માસથી ચોરો પેધા પડ્યાં છે . અને લોકોની મત્તા ચોરી જાય છે . દરરોજ રાત્રે ચોરોની બુમો પડતી હોય છે . કોઈ જાતના ડર વગર તસ્કરો પોતાનું કામ તમામ કરતા હોય છે . ઘાતક હથિયારો સાથે આવતાં તસ્કરો ભય ફેલાવી રહ્યાં છે ચોરી કરી ભાગવા જતાં તસ્કરો પાછળ પ્રજા પડે તો છૂટા મેન્ટલ ના ઘાકરતા હોય છે . વિસ્તારના લોકોએ ટુકડી બનાવી રાત્રી રોહન પણ શરૂ કરી છે છતાં બે ખોફ બનેલા તસ્કરો હાથસફાઈ કરી જાય છે .
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
તસ્કરોની આ બુમો ના કારણે સ્ત્રીઓ , બાળકો અને વૃધ્ધોમાં ભય પ્રવેશ્યો છે અને માનસિક તણાવ અનુભવી રહ્યાં છે . રોજ રાત્રે આ . વિસ્તાર માં ચોરી થાય છે રે બારકોસીયા રોડ પરથી તસ્કરી કરી ભાગી શકાય તેવી મોકળાશ છે . આગળ સીમ વિસ્તાર છે . નહેર વિસ્તાર છે મરીડા અને બિલોદરા ગામને પાસે રીંગરોડ છે .
જેથી તસ્કરો સહેલાઈથી ભાગી રહ્યા છે . આ વિસ્તારમાં ચોરી થતી હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે . ઘંણા ખરા કિસ્સામાં એફઆઈઆર પણ થઈ છે તો ઘણા કિસ્સામાં એફઆઈઆરે પોલીસ લેતી નથી . ક્રાઈમ રેટ ઘટાડવાના હેતુસર ફરીયાદ લેવાતી નથી .
જે તાત્કાલિક લેવાય તેવી અમારી માંગ છે . તેવું આવેદનપત્રમાં જણાવ્યું છે . તસ્કરોને ભાગવામાં આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે તે મદદ કરે છે . સ્ટ્રીટ લાઈટ બંધ હોઈ તસ્કરો અંધારામાં ભાગી જાય છે માટે આ વિસ્તારમાં સ્ટ્રીપ્લાઈટો ચાલુ કરવામાં આવેતો તેમજ સ્ટ્રીટ લાઈટ ની સુવિધા આગળ રોડ સુધી લંબાવવામાં આવે તેવી માંગ છે . તસ્કરોના આ આતંકથી પ્રજામાં ફફડાટ છે .
ત્યારે રાત્રી રોહન કડક બનાવવા માં આવે તેવી પણ મારી માંગ છે . બારકોસીયા રોડ વિસ્તાર માં તસકરોના આતંક બાબતે ગઈકાલે પણ આ વિસ્તારના લોકો એ શહેર પોલીસમાં લેખિતમાં જાણ કરી છે તેમાં પણ જણાવ્યુ છે કે આ વિસ્તારના છેલ્લાંએક માસથી તસ્કરોનો આતંક છે . રાત્રીના સમયે તસ્કરોની બુમો પડતાં હોઈ મહિલા બાળકો સૂઈ શકતી નથી અને માનસિક તણાવ અનુભવે છે માટે રાત્રે આ વિસ્તારમાં પેટ્રોલીંગ કડક બનાવવામાં આવે તેવી માંગ છે