નડિયાદના મેટ્રો મોબાઇલની દુકાનમા લાખોના મોબાઇલની ચોરી

આ બનાવને લઇ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી
નડિયાદના પોલીસ લાઈનની સામે ના પ્લેટિનિયમપ્લાઝા કોમ્પલેસ ની રોડ સાઈટ માં આવેલ મેટ્રો મોબાઇલ નામની દુકાનમાં રાત્રી સમયે અટકેલા તસ્કરોએ ૪૦ થી ૫૦ વધુ મોંઘા ફોન લાખોની કિંમતનાચોરી કરી ગયાના બનાવને લઇ ચકચાર મચી છે આ બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસ અને એલસીબી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સી સી ટીવી કેમેરા ઝડપાયેલા તસ્કરો ને ઓળખી તેમને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં ફેસલ પાર્ક, બારકોશીયા વિસ્તાર માં રહેતા ફિરોજભાઈ યુંસુબભાઈ વોરા ની મેટ્રો મોબાઇલ ની દુકાન નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલા સરદારની પ્રતિમા થી નગરપાલિકા તરફ જવાના માર્ગ પર આવેલ પોલીસ પોલીસ લાઈનની સામે આવેલ પ્લેટિનિયમ પ્લાઝા માં રોડની સાઈડે આવેલ મેટ્રો મોબાઇલ નામની દુકાન આવેલ છે આ દુકાનમાં રૂપિયા પાંચ થી લઇ બે લાખ સુધીની કિંમતના મોબાઈલ નું વેચાણ થાય છે આ દુકાનમાં રાત્રીના ૦૨:૩૦ કલાકે ત્રાટકેલા તસ્કરોએ દુકાનના શટર ને લોખંડના હથિયાર થી ઊંચું કરી ચોરી કરવા આવેલા પાંચ થી સાત પૈકી એક તસ્કરે અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાન માં મુકેલ iphone, oppo ,તેમજ samsung કંપનીના મોંઘાદાટ મોબાઈલ ચોરી લીધા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો
આજે સવારે ૧૦:૦૦ વાગે ફિરોજભાઈ એ પોતાના નિત્યક્રમ મુજબ મેટ્રો મોબાઇલ ની દુકાન ખોલી ત્યારે દુકાનમાં ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું જેથી ફિરોજભાઈ તરત આ બાબતે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરી હતી જેથી ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નિરીક્ષણ શરૂ કર્યું હતું તસ્કરોએ ખૂબ જ હોંશિયાર પૂરક ચોરી કરી હોવાનું દેખાઈ આવ્યું હતું
આ બાબતે ફિરોજભાઈ એ જણાવ્યું હતું કે દુકાનમાંથી વિવિધ કંપનીના મોંઘા ૪૦થી ૫૦ મોબાઈલ ચોરી થયા છે આ બાબતે પોલીસ માં જાણ કરી છે કેટલા મોબાઇલ અને કેટલી કિંમતના મોબાઈલ ગયા છે તે સ્ટોક ચેક કર્યા બાદ માલુમ પડશે. તસ્કરોએ મોબાઇલની દુકાન મળતી મોંઘાદાટ જ મોબાઈલ ચોરી કયા છે બાકીના ઘણા મોબાઈલ તસ્કરોએ દુકાન મૂકી રાખ્યા હતા
દુકાનની બહાર અને દુકાનની અંદર મૂકવામાં આવેલા સી સી ટીવી કેમેરા માં રાત્રે અઢી વાગ્યે તસ્કરોની ચહલ પહલ અને ચોરી જોવા મળે છે કેમેરામાં પ્રથમ તો તસ્કરો મધ્યરાત્રિના આટા ફેરા મારતા નજરે પડે છે તે ત્રણ તસ્કર પૈકી એક તસ્કરે સીસીટીવી કેમેરાને અન્ય દિશામાં ફેરવી દે તો નજરે પડે છે બાદમાં ચાદર ઓઢીને ત્રણ ચાર તસ્કર જેમાંથી એ મહિલા બાળક સાથે હોય તે દુકાનના ઓટલા પર ચડતા નજરે પડે છે
શટલ ને અડી ને ચાદર ઓઢીને સૂઈ જાય છે જેથી તસ્કર કોસ જેવા લોખંડના હથિયાર થી શટર ઊંચું કરે ત્યારે જોનારને એવું લાગે કે શ્રમજીવી પરિવાર સૂઈ રહ્યો છે આમ તસ્કર ટોળકી પૈકીના સભ્યો સુવાનો ડોળ કરતા હોય છે અને એક યુવાન તસ્કર સિંગલ બોડી નો સેટલ ઉંચુ થતાં અંદર પ્રવેશી જાય છે અને અંદર ચોરીને અંજામ આપે છે આ તમામ બાબતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે
બીજી મહત્ત્વની વાત એ જોવા મળી કે આ કોમ્પલેસ માં વોચમેનની રાત્રે ફરજ હોય છે પરંતુ ચોરીની રાતે કોઈ કારણસર રજા પર હતો જોગા જોગ છે કે પછી આંમાં ભૂમિકા છે આ બાબત શંકા દર્શાવી રહ્યું છે પોલીસે આ બાબતે પણ તપાસ હાથ ધરી છે (તસવીર સાજીદ સૈયદ નડીયાદ)