નડિયાદના મોટાભાગના વિસ્તારોમાં કચરાના ઢગલા તેમજ ગંદકી

નડિયાદના ધારાસભ્યએ પાલિકાના ચીફ ઓફિસરને સફાઈ માટે તેમજ મહી સિંચાઇ અધિકારને કાંસની સફાઈ માટે તાકીદ કરી
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પાલિકાના ચીફ ઓફિસરને શહેર ની સફાઈ માટે તેમજ મહી સિંચાઇ અધિકારીને કાંસની સફાઈ માટે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ લેખિતમાં પત્ર લખી તાકીદ કરી હોવાનું જાણવા મળે છે
વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મહી સિંચાઇ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ નડીઆદ શહેર સાથે જાેડાયેલી મહી સિંચાઈ યોજનાની કાંસની સફાઈ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવી અત્યંત જરૂરી છે.
આથી નડીઆદ-ઝરોલ કાંસ અને નડીઆદ-કમળા કાંસની શેઢી નદી સુધીની કાંસ કાદવ-કિચડ-કચરાથી ભરાય ગયેલ હોવાથી તેની સફાઈ કામગીરી તત્કાલ ધોરણે હાથ ધરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન કાંસમાં વહેતુ પાણી ઉભરાઈ જવાને કારણે નડીઆદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળશે અને તેનાથી મોટી સમસ્યાઓ ઊભી થશે.
આથી નડીઆદ-ઝરોલ કાંસ અને નડીઆદ-કમરા કાંસની શેઢી નદી સુધી હીટાચી મશીનથી અથવા મોટા મશીનથી સફાઈ કામગીરી તાત્કાલિક હાથ ધરવા ઘટતું આયોજન કરવા માગ કરી છે. આ ઉપરાંત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ નડિયાદ પાલિકાના ચીફ ઓફિસરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે નડિયાદ શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ કચરાના ઢગલા તેમજ ગંદકી થતી જાેવા મળે છે.
આથી શહેરીજનોને પરેશાની ભોગવવી પડે છે. આ સંજાેગોમાંસમગ્ર નડિયાદ શહેરની પ્રત્યક્ષ મુલાકાત લઈ જ્યાં પણ સફાઈ કામગીરી થતી ન હોય કે કચરો ગમે ત્યાં પડેલ હોવાને કારણે ગંદકી થતી હોઈ અને વાતાવરણમાં દુર્ગંધ ફેલાતી હોય, આવી તમામ બાબતો અંગે જરાય દુર્લક્ષ સેવવું જાેઈએ નહીં.
શહેરની સ્વચ્છતા જાળવવા તેમજ રોડ ઉપર ખાડા પડી ગયેલ હોય કે ગટર ઉભરાતી હોય અથવા પાણીના ખાબોચીયા ભરાતા હોય તેવા સ્થળોને યુધ્ધના ધોરણે ચોમાસાની સીઝન પહેલાં દુરસ્ત કરવા ત્વરિત પગલાં લેવા જણાવ્યું છે.