Western Times News

Gujarati News

નડિયાદના વાણિયાવડ વિસ્તારમાં બાઇકસવાર બે શખ્સો વૃદ્વાના હાથમાંથી નાણાં ભરેલ થેલી આંચકીને છૂ

નડિયાદ, નડિયાદમાં ચીલઝડપના બનાવે ચકચાર જગાવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા વાણીયાવડમાં આવેલ એક બેંકની બહાર મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વૃદ્‌ઘ મહિલાના હાથમાંથી નાણાં ભરેલ થેલી આંચકી ફરાર થઈ ગયા હતા.

આ વૃદ્‌ઘા બેંકમાંથી નાણાં ઉપાડી બેંક બહાર રિક્ષાની રાહ જાેતા ઉભા હતા ત્યારે ઘટના સર્જાઇ હતી. નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર નડિયાદમાં પેટલાદ રોડ પર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા પુષ્પાબેન કાંતિભાઈ પંચાલ આજે વાણીયાવડ વિસ્તારમાં આવેલી બેંકમાં નાણાં ઉપાડવા ગયા હતા. રૂા. ૬૧૦૦૦ ઉપાડી એક થેલીમાં મૂકી બેંકની બહાર આવી રીક્ષાની રાહ જાેતા હતા.

આ સમયે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના હાથમાંથી નાણાં ભરેલ થેલી આંચકી ફરાર થઈ ગયા છે. એકાએક ધક્કો વાગતા પુષ્પાબેન નીચે પડી જતાં ચીલઝડપ આચરનાર લોકો આંખના પલકારામાં પીપલગ તરફ રવાના થઈ ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ઘટના બાદ આસપાસના લોકો પુષ્પાબેનની મદદે આવ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી. મહિલાના જણાવ્યા મુજબ રૂા.૬૧૦૦૦,એક મોબાઈલ ફોન તથા ઘરની ચાવી આ થેલીમાં હતી.

નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. ઘટના જાેતાં રેકી કરી આયોજન પૂર્વક ચીલઝડપ આચરવામાં આવી હોવાની શક્યતા છે. આ સંદર્ભ નડિયાદ ટાઉન પોલીસના પીઆઈ ચેતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હાલ આ અંગે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે. વૃદ્‌ઘ મહિલાના કહ્યા પ્રમાણે ૬૧ હજાર રોકડ તથા એક મોબાઈલ ફોન આ થેલીમાં હતો. જે મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.