નડિયાદના સામાજિક કાર્યકર દ્વારા વિના મુલ્યે પંખીના પાણીના કુંડા નું વિતરણ કરાયું
તસવીર સાજીદ સૈયદ,ઉનાળાના આકરા તાપમાં માણસો અકળાય રહ્યા છે ત્યારે પશુ-પંખીઓનું તો શું કહેવું?
ઉનાળાની ગરમીમાં મુંગા પંખીઓને પાણી , ચણ અને આશરાની જરૂર વધારે હોય છે. નડિયાદ શહેર ના સામાજિક કાર્યકર્તા વિશાલભાઈ મિસ્ત્રી દ્વારા અવાર નવાર સામાજિક કાર્ય કરવામા આવે છે.
અને આ આ વખતે ઉનાળા ની અસહ્ય ગરમીમાં મુંગા પંખીઓ માટે વિશાલભાઈ મિસ્ત્રી દ્વારા પોતાના ઘરની બહાર લોકો ને વિના મુલ્યે પંખીના પાણીના ૫૦૦ જેટલા કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.જે તસવીરમાં નજરે પડે છે.