નડિયાદની એન . ડી . દેસાઇ મેડિકલ કોલેજ થી બે દર્દીઓને રજા અપાઇ
નડિયાદના રમણભાઇ તથા ઉમરેઠના મુસ્તાન વહોરા કોરોનાને માત આપી ઘરે રવાના બંને દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ જીંદગી યમ દ્વારે ટકોરા મારી પરત ફરી
(સાજીદ સૈયદ, નડિયાદ) – બુધવાર – સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારીના કારણે હેરાન છે . ભારતમાં અને રાજયમાં પણ તેનો વ્યાપ વધે નહિ તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો અને વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે . ખેડા જિલ્લામાં પણ નડિયાદ ખાતે નહેરૂનગર વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય રમણભાઇ તથા ઉમરેઠના મસ્તાન હોરાને કોરોનાના કારણે નડિયાદ એન . ડી . દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા .
અહિયા તેમની સારવાર સફળ થતા અને તેઓના રીપોર્ટ નેગેટીવ આવેલ હોઈ જિલ્લા આરોગ્ય વિભાગ , હોસ્પિટલના તબીબો તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેઓને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવાનો નિર્ણય લેવામાં આવેલ હતો . શ્રી રમણભાઇ વાધેલાને તા . ૧૬ / ૪ ૨૦૨૦ તથા શ્રી મુસ્તાન વ્હોરાને તા . ૧૭ / ૪ / ૨૦૨૦ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને નિયત સમય મર્યાદા બાદ તેઓના ટેસ્ટ લેવામાં આવ્યા હતા .
આ ટેસ્ટ નેગેટીવ આવવાથી તેઓને રજા આપવામાં આવી છે . નડિયાદના ૫૮ વર્ષીય શ્રી રમણભાઇ વાઘેલા અને ઉમરેઠના ૪૫ વર્ષીય મુસ્તાન વ્હોરાએ જણાવ્યું હતું કે , અમોને કોરોના વાયરસનો ચેપ લાગવાથી અહિયા દાખલ કરવામાં આવ્યા હતા . શરૂઆતમાં અમોને બહુ બીક લાગતી તથા તકલીફ પડતી હતી , પરંતુ હોમ્પિટલના તબીબો અને સ્ટાફનો સહયોગ મેળવાથી મોન સીક હિંમત આવી ગઇ હતી .
તબીબોએ બતાવ્યા પ્રમાણેની ખાવા – પીવાની ચરી તેમજ નિયત દવાઓ ના આધારે અમારા સ્વાથ્યમાં દિવસે દિવસે સુધારો થતો ગયો અને આખરે અમોએ કોરોનાનો જંગ જીત્યો . જીંદગી યમ દ્વારે ટકોરા મારી પરત ફરી હોય તેમ લાગ્યું . અમો અમારા સ્નેહિજનો અને કુટુંબીજનોને અમારા અનુભવ પરથી એક જ વાત કહેવા માંગીએ છીએ કે , આ રોગમાંથી બચવા સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરો , સાબુ કે સેનેટાઇઝરથી જ હાથ ધોવાનું રાખો અને થોડિક પણ શારિરીક તકલીફ થાય તો તરત જ નિષ્ણાંત ડોકટરની દવા લઇને જ તેની સારવાર કરાવો તો કોરોનાનો જંગ જીતી શકાશે .
આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીનશ્રી , ડીઆરડીએના ડાયરેકટરશ્રી ઝાલા , તબીબો તથા સહાયક સ્ટાફએ તેઓને ગલાબ આપી તાળીઓથી વધાવી શારીરિક તંદુરસ્તીની શુભેચ્છા આપી હતી . તેઓને એબ્યુલન્સ દ્વારા તેઓના નિવાસ સ્થાને પહોંચાડવાની વ્યવસ્થા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી .