નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓને રજા અપાઇ
નડિયાદ-સોમવાર-ખેડા જિલ્લાના મહેમદાવાદના ૬૪ વર્ષીય મહેન્દ્રકુમાર એસ. મહેતા, કણજરીના ગામના ૬૫ વર્ષીય યુનુસ આર. વ્હોરા, નડિયાદના ૩૧ વર્ષીય અજીતસિંહ સી. ડાભીને કોરોના વાયરસનો ચેપ લાગેલો હોવાથી તેઓને નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓની નિયત સારવાર થયેલ હોઇ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી. જયારે હોસ્પિટલની સારવારના કારણે કોરોના મુકત થયેલ તમામ દર્દીઓએ હોસ્પિટલના વહિવટદારો, તબીબો, અન્ય સ્ટાફ તથા ગુજરાત સરકાર અને નડિયાદ પ્રશાસનનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના ર્ડાક્ટર્સ તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.