નડિયાદની DDMM Heart હોસ્પિટલના perfusionist નિલેશ એમ. મેકવાન ચોથી વાર કારોબારી સભ્ય બન્યા
નડિયાદ,ઘણા પ્રકારના હ્રદયના ઓપ્રેશનમાં હ્રદય અને ફેફસા બંધ કરી દેવામાં આવે છે. દર્દીના અશુધ્ધ લોહીને શરીરની બહાર રાખેલ કુત્રિમ હ્રદય અને ફેફસાના મશીનમાં મોકલી Oxygen દ્વરા શુધ્ધ કરીને દર્દીના શરીરમાં પાછુ આપવામાં આવે છે.
હ્રદય અને ફેફ્સાના કુત્રિમ મશીનની સંપૂર્ણ જવાબદારી perfusionist ની હોય છે, perfusionist હ્રદયના ઓપરેશન દરમ્યાન સર્જન, એનેસ્થેટિક ની સાથે સૌથી મહત્વનો ત્રીજો સ્તંભ છે. પ્રફુઝનિસ્ટન 22મું વાર્ષિક મહાઅધિવેશન તા. 8-9 એપ્રિલ 2022ના રોજ જયપુર મુકામે યોજયુ હતુ, ઈન્ડિયન સોસાયટી ઓફ એક્સ્ટ્રા કોર્પોરિયલ ટેકનોલોજી (ISECT) ના અધિવેશનમાં ભારત ભરના 600 થી વધારે પરક્રુઝનિસ્ટે ભાગ લીધો હતો.
જેમાં નડિયાદની જાણીતી DDMM Heart Institute હોસ્પિટલના perfusionist નિલેશ એમ. મેકવાનને સતત ચોથી વાર કરોબારી સભ્ય તરીકે નિમણુક આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માંથી સૌથી વધારે ટર્મ માટે તેમને સ્થાન મળેલ છે. જે નડિયાદ શહેર,સમાજ માટે ખુબજ ગૌરવની વાત છે.