નડિયાદમાં ગટરના પાણીના પ્રશ્ને મુસ્લિમોના બે જૂથો આમને-સામને ભારે પથ્થરમારો થતાં ૧૨ ને ઈજા
નડિયાદમાં શહેરમા વોડ નબર ૬ મા આવેલ કેટલીન બિલ્ડીંગ ખાટકીવાડ થી મરીડા ભાઞોળ સુઘી રસ્તામા ઉભરાતી ગટરના પાણીના પ્રશ્નેને મુસ્લિમોના બે જૂથો વચ્ચે શુક્રવાર ની નમાજ બાદ પથ્થરમારો થતાંંંં દસ થી બાર વ્યક્તિને ઇજા થઇ હતી આ બધાને લઈ ભારે નાસભાગ મચી હતી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી હાલમાંંં મામલો થાળે પાડયો છે જોકે સ્થિતિ બદલાઈ ગઈ છે
નડિયાદ માં ખટકી વાડ અને વોરવાડ નજીક ગટરના ભૂઞળા વરસો જુના હોઈ વારંવાર ગટર ના પાણી ઉભરાઈ રોડ પર આવે છે જેના કારણે જનતા ને અવર જવર માં તકલીફ પડે છે આજે આ ઘટના ઉભરાતા પાણીને લઇને નડીયાદ વોરા અને ખાટકીયો આમને-સામને આવી ગયા હતા જેના કારણે ભારે પથ્થરમારો બંને વચ્ચે થયો હતો આ પથ્થર મારામાં રઈશએહમદ શેખ , શબ્બીર શેખ, ગુલામ શેખ, હાફીજી અલ્તાફહુસેન શેખ, મોઈન શેખ, મોહમ્મદ અદનાન શેખ, મહંમદ સઈદહસન શેખ, કાલુભાઈ શેખ, મુસીર હુસેન શેખ, કૌશર બાનુ શેખ, સાયરાબાનુ શેખ ,હાજી સિકંદર શેખ, અબ્દુલ સત્તાર ખંભાતી, રેહાનાબાનુ શેખ ને ઈજાઓ થઈ હતી અને અંદાજે ૧૨ થી ૧૫ ને નાની મોટી ઇજાઓ વ્યક્તિઓને ઈજાઓ થઈ છે