નડિયાદમાં ગટરની લાઈન નાંખવા ખોદેલા ખાડા ના પુરાતા પ્રજા મુશ્કેલીમાં
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડીયાદ માં ભોજા તલાવડી રોડ પર આવેલ સોસાયટી ના રહીશો નર્કાગાર સ્થિતિ માં જીવવા માટે મજબૂર બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે વોર્ડ નંબર ચારમાં ચોમાસામાં પ્રજાની હાલત કફોડી બની જતી હોવા છતાં પણ પાલિકા તંત્ર આ તરફ ધ્યાન ન આપતું હોય પ્રજામાં ભારે રોષ જોવા મળે છે પાલિકા તંત્ર વહેલી તકે આ વિસ્તારની હાલત સુધારે તેવી માંગ છે.
નડીયાદ માં ચોમાસા પૂર્વે ભોજા તલાવડી રોડ પર આવેલ ડામરના પાકા રોડ પર વીજ કંપની દ્વારા વીજ કેબલ અને પાઈપ નાખવાં માટે ઉંડા ખાડા કરવામાં આવ્યા હતા જ્યારે અલ મદીના સોસાયટી થી ખુશ્બુ પાકૅ તરફ જવા માટે ડામર રોડ મધ્યે ગટરની પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરી પૂરી થયા બાદ ખાડાઓ નું પૂરણ કામ ન કરાતા
આ માર્ગ અવર જવર માટે જોખમી બની જતા તથા વરસાદનાં સામાન્ય ઝાપટાં માં આ રસ્તેથી અવર જવર જોખમી બની ગઈ છે શાળાએ જતાં બાળકોને આ રસ્તેથી પસાર થવું લગભગ અશક્ય બની ગયું છે .અવર જવર કરતા વાહનો ને અકસ્માત ની ભીતી સેવાઇ રહી છે નડિયાદ નગરપાલિકાના ધ્વારા વહેલી તકે ઉચિત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી નાગરિકો ની માગ છે.
આ વિસ્તારની પ્રજા રોષ પૂર્વક જણાવે છે કે ફૈજાનપાર્ક થી પરીવાર થઈ રૂપમ સોસાયટી સુધી પડેલ ખાડાઓ ને તાત્કાલિક ધોરણે પુરવા કારણ કે આ એક મેઈન રોડ હોવાથી મહીલાઓ શાકભાજી દુધ લેવા અને બાળકો ને સ્કુલ, ટયુશન જવાનો રસ્તો છે જેમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે સામાન્ય વરસાદમાં ભરાયેલા આ પાણીને હાલમાં નડીયાદ પાલીકા કાઉન્સિલર બાલાભાઈ ભરવાડ ને કહી પાણી નો નિકાલ કરાયો હતો
પરંતુ શાળા યથાવત હોય અવર જવર મુશ્કેલ બની છે આ ખાડાઓ અકસ્માત સર્જે તેવી શક્યતા હોય વહેલી તકે આ ખાડા પૂરીને વરસાદી પાણીનો કાયમી નિકાલની વ્યવસ્થા થાય તેવી માંગ છે પ્રજા એવું પણ કહે છે કે અમો નિયમિત પાલિકામાં ટેક્સ ભરીએ છીએ છતાં પાલિકા તંત્ર આ તરફ ધ્યાન આપતી નથી જો વહેલી તકે આ ખાડા પૂરીને જોખમ દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે આ વિસ્તારની પ્રજાએ પાલિકામાં જઈ આંદોલન કરવાની ફરજ પડશે.