નડિયાદમાં ગોકુલનાથજી મંદિર ગરીબો તથા શ્રમિકોની વ્હારે: ૮૦૦ કિટોનું વિતરણ કરાયું

નડિયાદ: કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવેલ હતું. આ લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબો તથા શ્રમિક વર્ગને અનેક મુશ્કેલીઓનો સા નો કરવો પડ્યો હતો. કામ ન હોવાના કારણે આ વર્ગના કુટુંબોને ભોજનની સમસ્યા સતાવતી હતી. આ વર્ગને મદદરૂપ થવાના આશયથી જનહિતાર્થ અને લોકકલ્યાણને વરેલ શ્રી ગોકુલનાથજી મંદિર નડિયાદ દ્વારા અંદાજે રૂ. ૨ (બે) લાખ અનાજની ૮૦૦ કિટો તૈયાર કરવામાં આવી હતી. નડિયાદના વલ્લભાચાર્ય ચરણમાર્ગ (સાંથ બજાર) ઉપર આવેલ શ્રી સુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર શ્રી ગોકુલનાથજીના ગાદીપતિ અને શ્રી વલ્લભ સંપ્રદાયના આચાર્ય ગો.શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રી તથા પરિવાર અને શ્રી ગોકુલનાથજી મંદિર ટ્રસ્ટ, શ્રી બાલકૃષ્ણ જનસેવા ટ્રસ્ટ દ્વારા ૮૦૦ કિટોનું વિતરણ કરવા અર્થે ખેડાના યુવા સાંસદશ્રી દેવુસિંહને સાથે રાખી તેઓના સાંસદ સુવિધા કેન્દ્ર ખાતેથી આ ાર્યશ્રી ગો.શ્રી વ્રજરત્નલાલજી મહારાજ તરફથી તેમના હસ્તે કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી દેવુસિંહના હસ્તે તેમના સુવિધા કેન્દ્રથી કિટના વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં જઇ જરૂરિયાતમંદ કુટુંબોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ સહિત મહારાજશ્રીની આજ્ઞાથી શ્રી વલ્લભપદ યાત્રાના કાર્યકરો જોડાયા હતા. આમ નડિયાદના શ્રી ગોકુલનાથજી મંદિરના ગાદીપતિ અને આચાર્ય ગો.શ્રી વ્રજરત્નલાલજી મહારાજે માનવીય અભિગમ અપનાવીને માનવીય સંવેદનાનું એક પ્રેરક ઉદાહરણીય કાર્ય કર્યુ હોવાનું ગોકુલનાથજી મંદિરના મહોદયશ્રી ચિ.શ્રી ગોકુલોત્સવજીએ જણાવ્યું છે.