નડિયાદમાં ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ખાણ-ખનીજ અધિકારીને આવેદનપત્ર આપ્યું
નડિયાદ: નડિયાદ શહેર ખેડા જિલ્લામાં ડમ્પર ટ્રક સહિત અન્ય વાહનો વર્ગખંડની હેરાફેરી થતી હોવાની ફરિયાદો ગંભીર બની છે તો આ અંગે નડિયાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે સરદાર ભવન માં આવેલી ખાણ ખનીજ ની ઓફિસમાં ખાણ ખનીજ અધિકારી ને ઓઢવાનું સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ૧લી ડિસેમ્બર ૨૦૧૯ થી સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડ મુજબ રેતી કપચી તથા દળ જેવાં ખનીજ નું વહન કરવાની ખાતરી આપી છે અને ઓવરલોડ વાહનના કિસ્સામાં વાહન માલિકને દંડ કરાય છે.
એવો દંડ લીઝ ધારક બ્લોક ધારક કે કવોરી માલિકને પણ કરવો જોઇએ તેવી માંગ કરી હતી અને આરટીઓ ફીલ્ડ ઓફિસર ના મોબાઇલ નંબરની માંગણી કરી હતી લીઝ બ્લોક કોરીના દરેક વજન કાંટા ઉપર સીસીટીવી ઓનલાઇન કરી રોયલ્ટી વિના ઓવરલોડ ગાડી ભરાય તો તેનું રજિસ્ટ્રેશન કેન્સલ કરો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી ખાન ખનીજ અધિકારી ટીજે સૈયદ તેમની રજૂઆત સાંભળી હતી.