Western Times News

Gujarati News

નડિયાદમાં ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણી વેડફાયું

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં રવિવારની રાત્રે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં એક થી બે લાખ લીટર જેટલું પીવાનું પાણી વહી જવા પામ્યું છે. તો વળી રસ્તાઓ પર પાણી ભરાતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી નડિયાદ નગરજનો માટે શુધ્ધ ઇર્ંનું પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે અણ આવડતનો વધુ એક નમૂનો ગતરોજ જાેવા મળ્યો છે. શહેરના પારસ સર્કલ નજીક મુક્તિધામ સામે પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ કરાઈ છે.

રવિવારના રોજ આ કામગીરી દરમિયાન નજીક આવેલ પિવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. આ ભંગાણ સર્જાતા ભંગાણ વાળી જગ્યા કવર કરી પાલિકાના કર્મચારીઓ ચાલ્યા ગયા હતા. અને મોડી સાંજે પાલીકા દ્વારા આ વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં આવતાં અહીંયા ભંગાણ પડેલ જગ્યામાંથી પાણી રોડ પર ફરી વળ્યું હતું. લગભગ એક લાખ લીટર પાણીનો વેડફાટ થયો હતો. જે શુધ્ધ પાણી ગટરમાં વહી જવા પામ્યું છે.

રાત્રીના સમયે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા આ મામલે તુરંત પાલિકાના સત્તાધીશોને જાણ કરાઈ હતી. પરંતુ રાતનો સમય હોવાથી કામ અશક્ય લાગતું હોવાથી બીજા દિવસે સવારથી જ આ માટેની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરી દેવાઈ હતી.

રાત્રિના સમયે આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જાેવા મળ્યો હતો. પારસ સર્કલથી નાનાકુંભનાથ જવાના માર્ગ પર પાણી ફરી વળતાં અહીંયાથી પસાર થતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

એક બાજુ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા આજે પણ પાલીકા ઉકેલી શકતી નથી તો બીજી બાજુ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતાં નગરજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

આ સંદર્ભે પાલિકાના વોટર્સ સપ્લાર્યસના એન્જીનીયર પરેશભાઈનો સંપર્ક કરાતાં તેઓએ જણાવ્યું હતું કે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એટલે કે ઇઝ્રઝ્ર તોડતી વખતે આ પીવાના પાણીની પાઇપલાઇનમાં પંક્ચર થયું હતું. મોડી સાંજે આ વિસ્તારમાં પીવાનું પાણી આપતાં લગભગ ૮ કલાક સુધી પાણીનો વેડફાટ થયો છે. આશરે એક લાખ પાણી વહી ગયું હોવાનું જણાવ્યું છે. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.