નડિયાદમાં બહેનોને માસ્ક , સેનેટાઇઝર અને રેશનકીટનું વિતરણ
નડીયાદના વોર્ડ નંબર ૪ , મહેશ્વરી વાડી ખાતે ” સેવા હી સંગઠન ” સપ્તાહ અંતર્ગત , મહેશ્વરી વાડીમા આ વિસ્તારના ત્યકતા અને ગંગા સ્વરૂપ માતા – બહેનોને માસ્ક , સેનેટાઇઝર અને રેશનકીટનું વિતરણ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નડીયાદ નગર પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, ઉપ પ્રમુખ કિન્તુભાઈ દેસાઈ, પરીનભાઈ મિતશ ભાઈ, બાલાભાઈ, પ્રીતિબેન, અમિતભાઇ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)