નડિયાદમાં બાગ સાફ-સફાઈ કરી મરામત કરવા જાગૃત નાગરિકોની માંગ

(તસ્વીર ઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાગની સાફ સમય કરી મરામત કરવા જાગૃત નાગરિકને આજે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી માંગ કરી છે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે નડિયાદ નગર પાલિકા દ્વારા અગાઉ પશ્ચિમ વિસ્તારમાં વલ્લભ નગર ખાતે પોલીસ સ્ટેશન સામે બનાવવામાં આવેલ બાગ હાલમાં બંધ હાલતમાં છે.
જેમા વલ્લભ નગર પોલીસના કર્મચારીઓના દ્વારા ગાડીઓ મોટરનું પાર્કીગ કરવામાં આવે છે અને હાલમાં તે બાગમાં જાેવામાં આવેતો એક રૂમ છે જે સુરક્ષીત હાલતમાં છે તેમજ નાના ભુલકા ( બાળકો ) માટેના રમવાના સાધનો છે જ રીનોવેશન કરવાથી નાના બાળકોના રમવા લાયક બની જાય તેમ છે તેમજ બાગમાં અગાઉ રોપવામાં આવેલ વૃક્ષો પણ સારી હાલતમાં છે જેથી તે બાગને રીનોવેશન કરી ફરીથી ચાલુ કરવામાં આવેતો તે .વુંક્ષોને નવું જીવન મળી રહે .
જાે તે બાગનું રીનોવેશન વહેલી તકે આપેજ ન ઃ કરવામાં નહી આવેતો તે બાગની હાલત વધુ ખરાબ બની જાય તેમ છે પ્રજા ની સુખાકારી મનોરંજન અને સારા સ્વાસ્થય માટે તથા બાળકોનો સર્વાગી વિકાસ માટે બાગ બગીચા બનાવવામાં આવે છે તે ટકી રહે અને લોકો તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે તે જવાબદારી નગર પાલિકાની છે
જે જવાબદારી નિભાવવામાં આપ ઉણા ઉતર્યા છો જેથી સત્વરે આ બાબતે ગંભીરતાથી લઈ કાર્યવાહી કરાવશો તેવી લાગણી અને માંગણી છે આ પ્રસંગે.નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ કાઉન્સિલર ગોકુલ ભાઈ શાહ ,જતીનભાઈ પ્રવાસી, નડિયાદ શહેર ઉપપ્રમુખ ધર્મેશ ભાઈ દેસાઈ, મહામંત્રી એસ.કે બારોટ ઉપસ્થિત રહ્યા હતા.*