Western Times News

Gujarati News

નડિયાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર

પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં બુધવારે ૦૩ઃ૦૦ ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે દેખાવો કર્યા બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં રોજબરોજની ચીજ વસ્તુઓના વધતા ભાવો તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

નડિયાદમાં સરદાર પટેલની પ્રતિમા નજીક આજે બપોરે ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુધાબેન ચૌહાણ તેમજ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ધારાસભ્યો વગેરે હાજર રહ્યા હતા અને મોંઘવારીના મુદ્દે ભારે દેખાવ કર્યો હતો ત્યાર બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

આવેદનપત્રમાં હાલમાં કોરોના કારમાં વધતા જતા ચીજવસ્તુઓના ભાવ ના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમજ સાત વર્ષથી દેશમાં ચાલતા કુશાસન થી મુશ્કેલીમાં હોવાની વાત પણ રજૂ કરી હતી યુપીએ સરકારમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલનો ભાવ રૃપિયા ૧૪૦ ડોલર હતા તે વખતે પેટ્રોલના ભાવ લીટર કૃપયા ૬૫ હતા તે વખતે વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવ નો રાજકીય મુદ્દો બનાવી દેવા માં આવિયો હતો

આજની તારીખે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ૭૧ ડોલરની આસપાસ છે છતાં આપણાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો સો રૂપિયાને પાર કરી ગયા છે એ જાેતાં અમને લાગે છે કે સરકાર લોકો સાથે ખિલવાડ કરી રહી છે. દેશના સવા સો કરોડ લોકોને અચ્છે દિન આયેંગે ના સોનેરી સપનાઓ દેખાડી સત્તા મેળવી લીધીપરંતુ સાત વર્ષના ( કુ ) શાસનમાં આર્થિક સુધારાઓના નામે નોટબંધીથી માંડીને લોકડાઉનના સુધીના અણધડ પગલાઓથી દેશની અર્થવ્યવસ્થાને ભરપાઈ ન થઇ શકે તેવું ગંભીર નુકશાન પહોંચ્યું છે .

તેના માટે અણધડ વહીવટ અને ભૂલ ભરેલી આર્થિક નીતિઓ જવાબદાર છે તેમ ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ દઢપણે માને છે . ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ માને છે કે દેશના ખેડૂતોને ૨૦૨૨ માં ખેતીની આવક બમણી કરી આપવાના સપના દેખાડ્યા પરંતુ આપના અહંકારને લીધે છેલ્લા છ મહિના ઉપરાંતથી દિલ્હીની બોર્ડરો ઉપર ધરણાં – પ્રદર્શન યોજી રહેલા દેશના ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છો .

ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ માને છે કે દેશના કરોડો બેરોજગાર યુવાનોને દર વરસે બે કરોડ લોકોને રોજગારી ( નોકરી ) આપવાનું વચન આપ્યું હતું તે પાળવાના બદલે દેશના લાખો યુવાનોના હાથમાંથી રોજગારી છીનવી લીધી છે અને બેકારી તથા બેરોજગારીની ફોજમાં જંગી વધારો કર્યો છે.

ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ માને છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવોને અંકુશમાં રાખવાની નિષ્ફળતાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાનને આંબી ગયા છે . કેન્દ્ર સરકારના અંકુશ હેઠળની ઓઇલ માર્કેટીંગ કંપની (ર્ંસ્ય્) ઓ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં નિરંતર વધારો કરી રહી છે તેનો અસહા બોજ દેશના લોકો પર પડી રહ્યો છે . પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી સીધી અસર માલ – ભાડા પર પડી રહી છે .

પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાથી ટ્રક -ભાડામાં ૩૦ ટકા જેટલો જંગી વધારો થતાં જીવન જરૂરિયાતથી ચીજવસ્તુઓ સહિત તમામ પ્રકારના માલસામાનની હેરફેર મોંધી થઈ ગઈ છે અને તેના પરિણામ સ્વરૂપે જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત તમામ વસ્તુઓના ભાવોમાં અસહ્ય વધારો થવાથી લોકોના ઘરની રસોઇનું બજેટ ખોરવાઇ ગયું છે .

પેટ્રોલ અને ડીઝલના સહા ભાવ વધારાથી લોકોની આજીવિકા ઉપર ગંભીર અસર વર્તાઇ રહી છે , જે ગંભીર ચિંતાનો વિષય છે અને તેથી ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કરવા , એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવા માગ છે તથા નડીયાદ ટાઉન પોલીસે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ની ધરપકડ કરી પોલીસ સ્ટેશન ને લઈ ગયા હતા

આ પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ મહીલા પ્રમુખ સુધાબેન ચૌહાણ, મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ઠાસરા ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ,સજ્જન બેન પરમાર, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા,ગોકુલ શાહ તેમજ મોટી સંખ્યા મા કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.