નડિયાદમાં માતા-પુત્ર ગામડે ગયા અને તસ્કરોએ બંધ મકાનમાં હાથ ફેરો કર્યો

નડિયાદ, ખેડા જિલ્લામાં ચોરીના બનાવો એક પછી એક વધી રહ્યા છે. ગતરોજ ડાકોરમાં તો આજે વળી નડિયાદમાં ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નડિયાદમાં રહેતા માતા-પુત્ર પોતાના ગામડે ગયા હતા આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનો નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ આ બંધ મકાનમાથી ૧ લાખ રોકડ તથા અન્ય સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા એસઆરપી ગેટ નં. ૧ની સામે રુદ્ર રેસીડન્સી છ-૩માં હિતુલ જયદેવભાઈ રોહિત રહે છે. તેઓ પોતાની માતા સવિતાબેન સાથે અહીંયા રહે છે. ૨૫મી ડીસેમ્બરની સાંજે ચાર વાગ્યાની આસપાસ હિતુલ પોતાનું ઉપરોક્ત મકાન બંધ કરી માતા સાથે પોતાના ગામડે રામોલ મૂકામે ગયા હતા.
બીજા દિવસે સાંજના સુમારે હિતુલ પોતાના નડિયાદમાં આવેલા મકાને પરત ફરતાં ઘરના મુખ્ય દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જાેઈ તેઓ ચોકી ઉઠ્યા હતા. જેથી હિતુલ અને તેની માતાએ દોટાદોટ ઘરમાં આવી જાેતાં તીજાેરીમાંના કપડા વેરવિખેરલ હાલતમાં પડ્યા હતા. તેમજ તીજાેરીનું લોકર પણ તૂટેલી હાલતમાં હતું. આ લોકરમાં મૂકેલા ૧ લાખ કેસ સહિત અન્ય સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું હિતુલને જાણવા મળ્યું હતું.
આથી આ બનાવ સંદર્ભે હિતુલ રોહિતે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.HS