નડિયાદમાં યોજાયેલા વેક્સિન કેમ્પમાં મુસ્લીમ સમાજે લાઇન લગાવી
નડિયાદમાં સુન્ની વોરા સમાજ દ્વારા મુસ્લિમ સમાજમાં વેક્સિન બાબતની ગેરસમજ દૂર થાય તે માટે ઉર્દુ સ્કૂલ પાસે આવેલા સબનમ હોલમાં વેક્સિન મુકવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમોએ આજે લઈ વેક્સિન મુકાવી હતી
નડિયાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિન મુકવાની કામગીરી ચાલુ છે પરંતુ મુસ્લિમ સમાજના લોકો વેક્સિન મુકાવતા નથી તેવી ફરિયાદો જોવા મળી રહી હતી જેના પગલે નડિયાદ સુન્ની વોરા સમાજ દ્વારા મુસ્લિમોમાં ઘર કરી ગયેલી વેક્સિન બાબત ની ખોટી માન્યતાઓ દૂર કરવા માટે તો એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું શહેરના જાગૃત લોકોને સાથે રાખી મુસ્લિમ વિસ્તારમાં જઈને વેક્સિન લેવા માટે લોકોને સમજાવ્યા હતા અને આ માટેના એક કેમ્પનું આયોજન મુસ્લિમ વિસ્તારમાં એટલે કે સબનમ હોલ ખાતે
આજે રાખવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ૧૮ થી વધુ ઉંમરના લોકો વેક્સિન લેવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા લગભગ ૫૦૦ કરતાં વધુ વ્યક્તિઓએ રસી લીધી છે આ અભિયાન હજુ આગળ ચાલુ રહેશે અને મુસ્લિમ વિસ્તારમાં સો ટકા રસીકરણ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે આ કેમ્પ સફળ થાય તે માટે રફિકભાઈ કોલડ્રીંક વાળા તોફીકભાઈ ચમક વાળા ,અયુબભાઈ માસ્તર વગેરે કામગીરીમાં લાગી ગયા છે