નડિયાદમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ) નડિયાદ 05062019: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ એવી નહેરૂ યુવા કેન્દ્ર- નડીઆદની કચેરી દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. કાર્યક્રમમાં હાલના યુગમાં થઈ રહેલ ભયંકર પ્રદુષણ તેમજ ગ્લોબલ વો‹મગ જેવી સમસ્યાઓ સામે કેવી રીતે દેશને બચાવવો અને આને અટકાવવા માટે પર્યાવરણની કેવી રીતે જાળવણી કરવી તે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી
કાર્યક્રમમાં ઉપસ્થિતિ શ્રી મહેશ રાઠવા તથા સંજય પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે નહેરૂ યુવા કેન્દ્રની કચેરી સાથે સંકળાયેલ યુવક/ મહિલા મંડળો દ્વારા ખેડા જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર આજરોજ વૃક્ષારોપણ, ગ્રામ સફાઈ તથા ડોર ટુ ડોર જઈ પર્યાવરણની જાળવણી વિષે માહિતી આપવામાં આવશે.
કાર્યક્રમમાં શ્રી સંજય પટેલ, શ્રી પ્રવિણભાઈ ડાભી, માર્ગ અને મકાન વિભાગ શ્રી અલ્પેશ વાઘેલા, સુર્ય યુવક મંડળ, શ્રી પંકજ સોઢા પરમાર શ્રી નટવરસિંહ સોઢા પરમાર, રાષ્ટ્રીય યુવા વાહિની મિત્રો ઉપÂસ્થત રહી કાર્યક્રમને સફળતા અપાવી હતી.*