નડિયાદમાં સોનાની વીંટી લુંટ કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડયા
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શયાન નાઓના માર્ગદર્શન હેઠળ બી.જી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે નાઓએ નડીયાદ ટાઉન પદે સ્ટેશનના સર્વેલન્સ પો.સ.ઈ વી.એ.શાહ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને નડીયાદ ટાઉન પોસ્ટ પાર્ટ – એ ગુ.ર.નં -૧૧૨૦૪૦૪૬૨૧૦૭૭ / ૨૦૨૧ ઇ , પી.કો કલમ ૩૯૨ , ૧૧૪ , મુજબના ગુનાના કામે લૂંટમાં ગયેલ મુદ્દામાલ
આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના કરેલ જે બાબતે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નડીયાદ શહેરમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી સદર લુંટની ફરીયાદમાં જણાવેલ સફેદ કલરની ઇઓન ગાડી નં- જી.જે .૦૬ . પાસીંગવાળી તેમજ તેમાં બેસેલા તાંત્રિક જેવા દેખાતા ઇસમો બાબતે ફુટેજ મેળવવાના હેતુથી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નડીયાદ શહેરમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા માટે નડીયાદ ખાતે બનાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં જઇ ફુટેજ મેળવી સદર ફરીયાદમાં જણાવેલ વર્ણનવાળી ગાડી બાબતે તપાસ કરેલ
જે આધારે સદર લુંટમાં વપરાયેલ ગાડીનો પુરો નં- જી.જે .૦૬ એચ.ડી.પર ૯૬ નો મળી આવેલ અને તેમાં બેસેલા ફરીયાદમાં વર્ણન કરેલા તાંત્રિક જેવા ઇસમોના પાણી દેખાઇ આવેલ જેથી સદર ગાડી તથા ઇસમોને પકડી પાડવા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સદરહું ગાડીની વોચ તપાસમાં હતા
તે દરમ્યાન સંદરતું ગુનાના આરોપીઓ ઉપરોક્ત ગાડી લઇને મરીડા ચોકડી રીંગ રોડ ઉપર આવતા તેઓને કોર્ડન કરી ગાડી સાથે પકડી પાડવામાં આવેલ પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) જયપાલનાથ સમદરનાથ મદારી ઉવ / ૩૨ હાલ રહે . સરસવણી સંતરામ મંદિર સામે
તા.મહેદાવાદ જી.ખેડા મુળ રહે . ૫૮ , ચાપલપુરા તા.ખેડબ્રહ્મા જી.સાબરક્ષાંઠા ( ૨ ) રાજુનાથ ગોપાલનાથ મદારી ઉવ / ૨૦ રહે . સરસવણી સંતરામ મંદિર સામે તા.મહેદાવાદ જી.ખેડા ( ૩ ) કનુનાથ હજુરનાથ મદારી ઉવા ૨૩ રહે.કરશનપુરા ડુંગરા કપડવંજ તા.ક ૫ ડવંજ જી.ખેડા ગુના વખતે વાપરેલ ગાડી : –
હ્યુન્ડાઇ ઇડન ગાડી નં- જી.જે.૦૬.એચ.ડી .૫૨૯૬ રીકવર કરેલ મુદ્દામાલઃ- દોઢ તોલાની સોનાની વીંટી કિ.રૂ .૧,૨૫,૦૦૦ / કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ બી.જી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન વી.એ.શાહ પો.સબ.ઇન્સ , સર્વેલન્સ નડીયાદ ટાઉન પો.સ્ટે . એ.જે.તિવારી પો.સ.ઈ. નેત્રમ ઈન્ચાર્જ નડીયાદ અ.હે.કો સુભાષચંદ્ર , સુરાભાઇ, ગણેશભાઇ , પ્રવિણસિંહ રાકેશકુમાર , દશરથભાઇ ,પુંજાભાઈ, રઘુવીરસિંહ, અજીતસિંહ, હરજીભાઇ અ. પો.કો શકીલ અહેમદ ( નેત્રમ ) શૈલેષકુમાર રમેશચંદ્ર ( નૈત્રમ ).પો.કો મયુરદાન ( નેત્રમ ) છે. (તસવીર સાજીદ સૈયદ નડીયાદ)