નડિયાદમાં ૧૭૫ વ્યક્તિઓને કૃત્રિમ હાથ રોટરી ક્લબ દ્વારા બેસાડવામાં આવ્યાં
પતંગપર્વ પર વિજકરંટ લાગતાં બંને હાથ કાપી નાંખ્યા બાદ પણ કૃત્રિમ હાથ મળતાં ૧૩ વર્ષીય કિશોરે હું હવે ભણીને એન્જિનીયર બનીશ તેવી આશા વ્યક્ત કરી
તા.પ ગઈ ઉતરાણે પતંગ ચગાવતાં ૧૧ હજાર વોલ્ટના કરેટના ઝાટકાથી બંને હાથ ગુમાવનાર આણંદ તાલુકાના અડાસના ૧૩ વર્ષીય કિશોરના બંને હાથ કાપવા પડ્યાં હતાં . પરંતુ બંને હાથ ગુમાવ્યા બાદ પણ આ કિશોરની કિંમતને દાદ દેવી પડે તેવી છે . આજે નડિયાદ ખાતે રોટરી ક્લબ દ્વારા વિક્લાંગોને એનએન ૪ કૃત્રિમ હાથ બેસાડવાના કેમ્પમાં આવેલા આ કિશોરે પોતાના બંને કૃત્રિમ હાથો જોઈ એક ખુશીની મુસ્કાન આપી હતી . હવે તેણે ભણીને એન્જિનીયર બનીશ તેવી આશા પણ વ્યક્ત કરી હતી .
નડિયાદ રોટરી ક્લબ દ્વારા આજે કૃત્રિમ હાથ બેસાડવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો . ટેન્જિએન્સ ફાઉન્ડેશન ઈલેન મેડોસ પ્રોસ્થેટીક હેન્ડ ફાઉન્ડેશન યુએસએના વિરોષ સહયોગથી યોજાયેલા આ કૃત્રિમ હાથ બેસાડવાના કેમ્પમાં ૧૭૫ વ્યક્તિઓએ લાભ લીધો હતો . મહત્વની વાત એ છે કે લગભગ ૧૫ થી ૧૬ હજાર કિંમતના આ કૃત્રિમ હાથ વિનામુલ્ય લાભાર્થીઓને બેસાડવામાં આવ્યા હતાં . આ કેમ્પમાં આણંદ તાલુકાના અડાસમાં રહેતો ૧૩ વર્ષીય દિવ્યરાજસિંહ ગોહેલ પણ આવ્યો હતો .
તેની કહાની અલગ જ હતી . ગત ઉતરાયણ પર પતંગ ચગાવતાં અકસ્માતે તેણે વીજ કરંટ લાગ્યો હતો . બંને હાથ બરી જતાં તાત્કાલિક ઓપરેશન કરાવી બંને હાથ કાપવા પડ્યાં હતાં . પોતાના હાથ ગુમાવતાં શરૂઆતના દિવસોમાં તો દિવ્યરાજસિંહના જીવનમાં અંધકાર જેવું લાગતું હતું . જો કે ધીમેધીમે તેનો આત્મવિશ્વાસ વધતો ગયો . માલિકે બચાવ્યો એજ મોટુ છે .
તેવુ સમજી કંઈ કરી બતાવવાની હિંમત તેણે ભેગી કરી હતી . એમાંય વળી તેણે આજનડિયાદ ખાતે યોજાયેલા કૃત્રિમ હાથ બેસાડવાના કેમ્પમાં બંને કૃત્રિમ હાથ મળ્યાં છે . તે હાથ જોઈ તેના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો . હવે હુલખી શકીશ . હવે હુ સાઈકલ ચલાવી શકીશ અને મારા હાથ વડે ચમચી કાંટાથી ખાઈ શકીશ .
તેનો આનંદ હતો . તેણે ભણી ગણીને એન્જિનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી . આ કેમ્પમાં આવેલા અમદાવાદના મહેશભાઈ પટેલને પાંચ વર્ષ પહેલાં બંને હાથ ગુમાવ્યાં હતાં . તેમને પણ કૃત્રિમ હાથમાં છે . તેમને રોજીંદા કામમાં થોડી રાહત થશે . એટલે તેમના ચહેરા પર પણ ખુશી હતી વિવિધ લાભાર્થીઓએ કૃત્રિમ હાથ મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો . આ પ્રસંગે રોટરી ક્લબના ડિસ્ટ્રીક્ટ ગવર્નર પ્રશાંત જાની , પ્રમુખ ધર્મેશભાઈ ગજ્જર , મિતેન પારેખ વગેરે હાજર રહ્યાં હતાં