નડિયાદ ખાતે ચેટીચંડ પર્વ નિમીતે સીંધી સમુદાય દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળી

(તસવીર સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ચેટીચંડ પર્વ નિમીતે સીંધી સમુદાય દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા નડીયાદના જવાહરનગર વિસ્તારમા ફરી હતી.
આ પ્રસંગે નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા લોકસભા ઉમેદવાર ના દેવુસિંહ ચૌહાણ , સીંધી સમાજના પ્રમુખ કુમારભાઈ મેઘરાજ, અજયભાઈ મેધરાજ,ઉપ પ્રમુખ નંદલાલ (નંદુકાકા),
નડીઆદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, કા.ચે પરીનભાઈ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર રાકેશભાઈ ઝાલા, ગીરીશભાઇ દાદલાણી, લાભુબેન,આ વિસ્તાર ના અગ્રણી ડોલીભાઈ, રાજુભાઈ વાઘવાણી તથા મોટી સંખ્યામાં સીંધી સમાજ ના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વિસ્તાર આયો લાલ ઝુલેલાલના નાદથી ગુંજી ઉઠયું હતું.