Western Times News

Gujarati News

નડિયાદ ખાતે લોહાણા ઠક્કર સમાજનું સંમેલન યોજાયું 

નડિયાદ સ્થિત જલારામ મંદિર ખાતે નડિયાદ લોહાણા ઠકકર સમાજનું એક ભવ્ય સંમેલનનું આયોજ તા.૨૪/૦૪/૨૦૨૨ને રવિવારના રોજ યોજાયું હતું. આ સંમેલનમાં નડિયાદ શહેરના ૩૦૦ થી વધુ ઠક્કર જ્ઞાતિના ભાઇઓ અને બહેનોની હાજરીમાં જ્ઞાતિના સંગઠનની નવરચનાનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.

શ્રી જલારામ મંદિરના મુખ્ય સંસ્થાપક ભાનુભાઇ પારેખ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અધિવેશનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંમેલનના મુખ્ય આયોજકો  સર્વ રમેશચંદ્ર ચંડી, ભરતભાઇ ઠક્કર,  રવિ ઠક્કર, કલ્પેશભાઇ ઠક્કર, ભરતભાઇ વકીલ વિગેરે ભાવિ સંગઠનની રૂપરેખા રજુ કરી હતી.

તમામને સાથ સહકારની અપીલ કરી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લાના ઠક્કર સમાજના અગ્રણીઓ  પ્રવિણભાઇ ઠક્કર,  પરેશભાઇ કારિયા, ઉપસ્થિત રહી નવસંગઠનને શુભેચ્છાઓ પાઠવી હતી.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.