નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં “ગરીબ કલ્યાણ મેળા”નું આયોજન

ખેડા જિલ્લાનાં વડા મથક નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં “ગરીબ કલ્યાણ મેળા”નું આયોજન કરાયેલ. જેમાં વિવિધ યોજનાઓ નાં ૧૮૭૭ લાભાર્થીઓને રૂપિયા ૨ કરોડ ૮૯ લાખની સહાય અર્પણ કરાઇ હતી.
આ પ્રસંગે માન. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેબીનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ અર્જુનસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ , રાજયકક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ તથા ખેડા જિલ્લા પ્રભારી મનીષાબેન વકીલ,
કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવે, જિલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકાના સભ્યો, કાર્યકર્તાઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)