નડિયાદ ખાતે ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી
શાંત, સલામત અને સુરક્ષીત ગુજરાતની અમારી પ્રાથમિકતા દોહરાવી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એસ.આર.પી. કેમ્પ , નડિયાદ ખાતે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને ભારત માતાની હદયપૂર્વક વંદન કરી ખેડા જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી .
૭ રમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી દેશની આઝાદી માટે શહીદી વહોરનાર નામી અનામી તમામને યાદ કરી નત મસ્તકે વંદના કરવાની સાથે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા . જિલ્લામાં શ્રેષ્ઠ ફરજો અદા કરનાર વોરીયર્સને શાલ ઓઢાડી બહુમાન કરી શુભેચ્છાઓ પાઠવી હતી .
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ હાલની સમગ્ર દેશની કોરોનાની પરિસ્થતિને ધ્યાને લઇ જણાવ્યું હતું કે , મર્યાદિત સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી પ્રજાસત્તાક દિનનો આ પર્વ ઉજવવા અપીલ કરી હતી અને કોરોનાની રસીકરણની પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી હતી . વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશ પ્રગતિના સોપાનો સર કરી રહયો છે ,
ત્યારે તેઓએ જણાવ્યું હતું કે , સરદાર સાહેબ , મૂક સેવકશ્રી રવિશંકર મહારાજ , પ.પૂ મહાત્મા ગાંધી , શ્રી ઇન્દુલાલ યાજ્ઞીક , શ્રી બબલભાઈ મહેતા , શ્રી સંતરામ મહારાજ , શ્રી ગોર્વધનરામ ત્રિપાઠી , કવિ બાલાશંકર કંથારીયા , હાસ્ય લેખક શ્રી બકુલ ત્રિપાઠીએ ખેડા જિલ્લાના ગૌરવશાળી બનાવ્યો છે . આ પ્રદેશ ચરોતરના નામે પ્રખ્યાત છે .
ઉત્તમ ખેતી અને વનરાજીથી ભરપુર આ પ્રદેશ રમણીય અને સમૃધ્ધ પ્રદેશ આત્યાત્મિક ક્ષેત્રે તીર્થધામ અને યાત્રાધામ ડાકોર , વડતાલ , નડિયાદ ફાગવેલ અને પરીએજનું પક્ષી અભ્યારણ પણ સૌ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે . તેઓશ્રીએ જણાવ્યું હતું કે , આઝાદીના મહોત્સવમાં આપણે ભાગ લઇ શકયા નથી પણ દેશને ભવ્ય અને દિવ્ય બનાવવા આપણે ફાળો આપીશું .
ગુજરાત અને દેશે એકમેક સાથે ખભેખભા મીલાવીને કોરોનાનો જંગ લડયો છે . આપણા વૈજ્ઞાનિકોએ દુનિયાના રાહ ચીધી છે . ભારતમાં સ્વદેશી , સૌથી સસ્તી , સૌથી સારી અને સૌથી સલામત એવી બે રસીઓ નો આવિસ્કાર થયો છે તે માટે આપણા વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે , આપણા બંધારણની વિશેષતાઓની વાત કરીએ તો બંધારણ ૧,૪૬,૩૮૫ શબ્દોનું , ૨૫ ભાગમાં , ૪૪૮ કલમ અને ૧૨ શેડયુલનું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે .
આ પ્રસંગે તેઓએ શ્રી કનૈયાલાલ મુન્શીને યાદ કરીને જણાવ્યું હતું કે , બંધારણના ઘડતરમાં તેઓનું વિશેષ યોગદાન રહેલું છે . આ પ્રસંગે તેઓએશ્રી હંસાબેન જીવરાજ મહેતાને પણ યાદ કરી તેઓના ફાળાને વધાવ્યો હતો . બંધારણની મુખ્ય ત્રણ પાંખો જેવી કે , લેજીસ્ટ્રેટીવ , એકઝીકયુટીવ અને જયુડિશીયલ રહેલી છે . તેના દ્વારા બંધારણ નું માળખુ મજબુત બન્યું છે .
અને આટલા વર્ષો અડીખમ છે , રાજયના વિકાસની વિભાવનાથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની પ્રગતિનો આગવો નકશો કંડાર્યો છે . વિકાસના કેન્દ્રમાં જન સામાન્યને રાખીને આધુનિક ટેક્નોલોજીના સમન્વય દ્વારા વહીવટમાં સંવેદનાસભર ત્વરીત નિર્ણયો લઇને ગુજરાતના ખુણે ખુણાના વિકાસ માટે આ સરકારની પ્રતિબધ્ધતાની પ્રતિતી સૌને થઇ રહી છે .
વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે એસઆરપી કેમ્પમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . આ અવસરે પોલીસ બેન્ડ , હોર્સ શો અને શાળા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા . આ અવસરે ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ ,
સાંસદ દેવુંસિંહ ચૌહાણ , કલેક્ટર આઇ.કે.પટેલ , જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી , જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર . નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા , પ્રાંત અધિકારી પ્રજાપતિ , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલા , પદાધિકારીઓ , અધિકારીઓ , નાગરિકો , વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. (તસવીર સાજીદ સૈયદ નડીઆદ)