નડિયાદ તાલુકાના પીપલગ નજીકમાં કોલ્ડ સ્ટોરેજ માં આગ લાખોના નુકસાનનો અંદાજ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/05-4-1024x682.jpg)
નડિયાદ તાલુકાના પીપલગ નજીક આવેલ એપીએમસીની પાસેના કિસાન કોલ સ્ટોરેજ માં આજે એકાએક શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં ભારે નુકસાનનો અંદાજ આવી ગયો છે ત્યારે સતત પાંચ કલાક મદદ કરી આ કાબુમાં લાવવા માટેનો પ્રયાસ આદર્યો છે
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના પીપલગ નજીક આવેલ એપીએમસી પાસેના કિસાન કોલ્ડ સ્ટોરેજ મા આજે એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાથી ભારે અફડાતફડી મચી હતી કોલ્ડ સ્ટોરેજ ના માલિક જીતેન્દ્રભાઈ જયંતિભાઈ શાહ જ્યારે સાડા દસ વાગે કોલ્ડ સ્ટોરેજ માં પહોંચ્યા ત્યારે કઈ હજુ થયું હોવાનું લાગતાં તેમણે ટેકનિકલ કામ કરતા માણસો પાસે તપાસ કરાવી હતી જોકે તપાસ માં સમય હતા
આં લાગેલી આગ એ જોર પકડી લેતા આગ ની મોટી જુવાળ નીકળતા તેમણે તરત નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયરની કીમો બનાવસ્થળે પહોંચી હતી અને સતત પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હોવાનું જાણવા મળે છે જીતેન્દ્રભાઈ શાહનું કહેવું છે કે આ કોલ્ડ સ્ટોરેજમાં કરિયાણું ભરેલું હતું ઈલાયચી,મરચું, આમળી, ગોળ તેવી વસ્તુઓ હતી અંદાજે બે અઢી કરોડના નુકશાનનો અદાજ છે.જોકે હજુ આંગ માં કેટલું નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી આ આગ ને લઈ ભારે અફડાતફડી મચી હતી જોકે આ લખાય છે ત્યારે આગ કાબૂમાં આવી ગઈ છે પોલીસને જાણ થતાં પોલીસે પર કાર્યવાહી હાથ ધરી છે