નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર ૫ માં ઉભરાતી ગટર રસ્તા તેમજ ગંદકીના મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું…
નડિયાદ વોર્ડ નંબર પાંચ માં આવેલા છાંટિયાવાડ લીમડી પાછળના લઘુભાઈ ના છીંડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના પાણી રસ્તા તેમ જ ગંદકી લઈ આ વિસ્તારની પ્રજા મુશ્કેલીમાં છે. આજે નડિયાદ પાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસ બક્ષીપંચ સેલ ના પ્રમુખ કનૈયા એસ ઇનામદારે આવેદનપત્ર આપી આ વિસ્તારની પ્રજાની સમસ્યાઓ દૂર કરવા માંગ કરી છે.
નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે નડિયાદ વોર્ડ નંબર પાંચમા આવેલ છાટીંયાવાડ લીમડી પાછળના લઘુભાઈ ના છીંડા વિસ્તારમાં શ્રમજીવી પ્રજા રહે છે. આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે. નડિયાદ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઈ થતી નથી રસ્તાઓની હાલત બિસ્માર છે.
ગંદકીના ઢગલા જોવા મળે છે ,ગટર ઉભરાઈ છે. પ્રજાને અવર જવર કરવામાં ખુબ જ તકલીફ પડે છે આ બાબતની વારંવાર રજૂઆતો આ વિસ્તારના લોકોએ નગરપાલિકામાં કરી છે .પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. આ વિસ્તારમાંથી જો ગંદકી દૂર ન થાય તો પ્રજા બીમારીમાં સપડાશે.આ આવેદનપત્ર આપી આ વિસ્તારની પ્રજાની સમસ્યા દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે.