નડિયાદ નગર પાલિકામાં મળેલી સામાન્ય સભામાં પાંચ માસથી ગૂંચવાતા સમિતિઓ ના ચેરમેનના મુદ્દાનો અંત

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં વિવિધ કમિટીઓ ની રચના કરી દેવામાં આવતા છેલ્લા પાંચ માસ થી ગુચવાતા સમિતિના ચેરમેનના ના મુદ્દા ને લઈ ચાલતી અટકળોનો અંત આવ્યો હતો વિવિધ સમિતીના ચેરમેન ઓ ની રચના બાદ હાલ માં તો કોઈ નો અસંતોષ દેખાતો નથી પરંતુ પાછળથી અસંતોષ થાય તો નવાઇ નહીં
નડિયાદ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી પાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મળી આ આ સામાન્ય સભાની શરૂઆતમાં સોખડાના સ્વામી ના અવસાનને લઈ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રમુખ એ એજન્ડા મુજબ ના કામ નંબર-૨૨ ને હાલ પૂરતો મુલતવી રાખવાનું નક્કી કર્યું હતું
આ કામ નડિયાદ સ્ટેશન રોડ પર આવેલી પાલિકાની ટિકિટબારી ની જગ્યા ની દુકાન માટેનું હતું જે કામ ને લઈ વિવાદ થાય તેવો હોય આ કામને હાલ મુલતવી રાખી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખાસ કરીને આ કમિટી આ સભા સભામાં વિવિધ કમિટીઓ ની રચના નો મુદ્દો હતો હાલમાં ભાજપની સત્તા પાલિકામાં ભાજપ પક્ષ દ્વારા નક્કી કરાયેલા સભ્યોને ચેરમેન બનાવવામાં આવ્યા હતા
ખેડા જિલ્લા ભાજપના સમિતિના ઉપાધ્યક્ષ રાજનભાઈ દેસાઈએ બંધ કવરમાં પાલિકાના પ્રમુખ ને સમિતિના ચેરમેન નું લિસ્ટ આપ્યું હતું ત્યારબાદ સભામાં પ્રમુખે વિવિધ કમિટીના નામ જાહેર કર્યા હતા
નડિયાદ નગરપાલિકાના ચેરમેન લીસ્ટ ઃ (૧)કારોબારી કમીટી ચેરમેન- મનનભાઈ પંકજ રાવ (૨)પ્લાનિંગ કમિટીના ચેરમેન -વિજય ભાઈ નટુભાઈ પટેલ (૩)સેનેટરી ચેરમેન- ભાવેશભાઈ અશ્વિન ભાઈ દેસાઈ (૪)તળાવ ડેવલોપમેન્ટ ચેરમેન – સ્નેહલબેન વ્રજેશભાઈ પટેલ (૫) ટાઉન પ્લાનીંગ ચેરમેન – તૃપ્તિબેન પિયુષભાઈ પટેલ (૬)બાગ બગીચા ચેરમેન – શિલ્પન કુમાર રાજેન્દ્રભાઇ પટેલ
(૭)ફાયર બ્રિગેડ ચેરમેન – કાનજીભાઈ દેવશીભાઈ પરમાર (૮)ડ્રેનેજ ચેરમેન -જયનીકાબેન પરાગભાઈ બારોટ (૯) લાઇટિંગ ચેરમેન -હરેશભાઇ ભગુભાઇ પટેલ (૧૦)અર્બન ડેવલોપમેન્ટ ચેરમેન- સંજયભાઈ રમેશભાઈ સચદેવ (૧૧)ટ્રાન્સપોર્ટ એન્ડ ઓટો ચેરમેન – રીપુબેન સુશીલભાઈ પટેલ
(૧૨)કાંસ ગરનાળા વરસાદી પાણી નિકાલ ચેરમેન -રમેશભાઈ રઈજીભાઇ પરમાર (૧૩) રમત-ગમત અને સાંસ્કૃતિક ચેરમેન- મહર્ષિ મુકેશભાઈ બ્રહ્મભટ્ટ (૧૪) રોડ કમિટી ચેરમેન- મીતેનભાઈ જશભાઈ પટેલ (૧૫) ફાઈનાન્સ ચેરમેન – કિન્નરીબેન ચિરાગભાઈ શાહ (૧૬)વોટર વર્ક ચેરમેન- પ્રતિક્ષાબેન અવનીશ ભાઈ જાેશી (૧૭)બાંધકામ ચેરમેન – નીતાબેન પિયુષભાઈ પટેલ (૧૮) લીગલ ચેરમેન – રંજનબેન ચંદ્રકાંતભાઈ વાઘેલા.*