Western Times News

Gujarati News

નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પર લૂંટ કરનાર બે લૂંટારૂ ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહન ચાલકોને રોકીને લૂંટ કરતી ટોળકી સક્રિય બની છે ગઈકાલે નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પર એક વાહન ચાલક લઘુશંકા કરવા ઉભા રહ્યો હતો તે વખતે લૂંટારૂ ત્રીપુટીએ ચાલકને ગળા પર છરો મૂકી મોબાઇલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા

આ બનાવ મામલે ચાલકે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાય છે જિલ્લાની વિવિધ એજન્સીઓએ આ બાબતે તપાસ હાથ ધરી હતી દરમિયાન એસઓજી પોલીસના હાથે ત્રણ લૂંટારો પૈકી બે લૂંટારો પકડાઈ ગયા છે.

મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધોયકા ગામે રહેતા ૨૮ વર્ષિય પ્રશાંત ગેલાભાઈ ભરવાડ પોતે ડ્રાઈવીગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ છેલ્લા ૪ માસથી વડોદરા ખાતે રહેતા પાર્થીવ ખતન નામના વ્યક્તિની બોલેરો પીકઅપ વાહન પર ડ્રાઈવીગની નોકરી કરે છે. પાર્થીવભાઈએ આ પોતાનું વાહન હાલોલ ખાતે આવેલ એ.બી.કે. લોજીસ્ટિક ઈન્ડિયા પ્રા?. લી?. માં એટેચ કરેલ છે.

કંપનીના બ્રાન્ચ મેનેજર વર્ધીમા બોલાવે ત્યારે આ પ્રશાંત તેમના શેઠના કહ્યા મુજબ ઉપરોક્ત કંપનીમાંથી ઓટો પાર્ટસના બોક્સ જણાવે તે જગ્યાએ બોલેરો વાહન મારફતે ખાલી કરી આવે છે. ગત ૯મી જુલાઈના રોજ આ પ્રસંશાતે ઉપરોક્ત કંપનીમાંથી ઓટો પાર્ટસના બોક્સ બોલેરો પીકઅપ વાહન નંબર (ય્ત્ન ૦૬ ઠ ૦૩૫૦)માં ભરી સાણંદ ખાતે ડીલીવર કરવા જતા હતા.

પ્રશાંત ભરવાડ આ વાહન લઇને હાલોલથી નીકળી વડોદરા અને ત્યાંથી એક્સપ્રેસ હાઈવે પકડી અમદાવાદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન નડિયાદ પાસે ઓવરબ્રિજ નજીક તારીખ ૧૦મીના રોજ મોડી રાત્રે લઘુશંકા કરવા પ્રશાંતે પોતાનુ વાહન સાઈડમાં ઊભુ રાખ્યું હતું. લઘુશંકા કરી પરત વાહનની કેબીનમાં બેસવા જતા હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો તેમના વાહન તરફ ધસી આવ્યા હતા.

વાહન ચાલક પ્રશાંત કાઈ સમજે તે પહેલાં જ આ ત્રીપુટીમાથી બે લોકોએ પ્રશાંતને પકડ્‌યો અને ત્રીજાએ છરો કાઢી પ્રશાંતના ગળે મૂકી કહ્યું ‘તેરે પાસ જો હે વો દેદે’ કહી પાકીટમાથી રોકડ રૂપિયા ૧૬૦૦ તેમજ બોલેરો પીકઅપના ડેસ્કબોર્ડ પર પડેલ પ્રશાંતનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૫,૬૦૦ના મુદ્દામાલની લૂંટ ચલાવી આ ત્રીપુટી ફરાર થઈ હતી.

અજાણ્યો વિસ્તાર હોય પ્રશાંતે પણ પોતાની જાન બચાવવા બોલેરો વાહન ભગાડી મૂક્યુ હતું. આ ઘટનામાં ચાલકને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ ખુબજ ડરેલા ચાલકે કંપનીમા વાત કરી આ મામલે આજે પ્રશાંત ભરવાડે અજાણી ત્રીપુટી સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ બનાવ ની તપાસ માં ર્જીંય્ પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં લૂંટ ચલાવનાર ૩ પૈકી બે ઈસમોને નડિયાદ પાસેના હેલીપેડની ઝાડી ઝાંખરામા સંતાઈ રહેલા પકડી લીધા હતા. નામઠામ પુછતા કાળુ ઉર્ફે ટીનો ઉમર ખરાઈ (ડફેર) (રહે.મુળ બાજરડા, તા.ધંધુકા હાલ રહે.મીઠાપુરા, બાવળા) અને અહેમદ ઉર્ફે ટોડો શકુર મોરી (ડફેર) (રહે.મુળ સિયાણી, લીંબડી હાલ રહે?.મીઠાપુર,બાવળા) તેમજ ત્રીજો ઈસમ નાસતો ફરતો

હાજીદાઉદ અહેમદ મોરી (ડફેર) (રહે.બાજરડા, તા.ધંધુકા) હોવાની કબૂલાત કરી છે. વધુમાં પકડાયેલા આ બંને ઈસમો પાસેથી બે નંગ છરા, ત્રણ મોબાઇલ ફોન, રોકડ રૂપિયા, હાથ બેટરી, કપડા, ગીલોલ કબ્જે કર્યો હતો. ત્રિપુટી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર રાત્રિના સમય દરમિયાન હાઇવે ઉપર ઉભા રહેલા વાહનોના ડ્રાઇવરોને પકડી છરો બતાવીને લૂંટ આચરતી હોવાનો એમ. ઓ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.