નડિયાદ ની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોના સ્વહસ્તે બનાવેલ ડિઝાઇનર રાખડીઓનુ પ્રદર્શન અને વેચાણ
નડિયાદ માં પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ, વ્યાવસાયિક તાલીમ વગેરે દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી તેઓનો સર્વાંગી વિકાસ કરી સમાજમાં પુનર્વસન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો રુદ્રાક્ષ, ક્રિસ્ટલ, મોતી, સ્ટોન, છેડીયા, ડાયમંડ, દોરા,પેન્ડન્ટ, કજરી, કેપ વગેરેનો ઉપયોગ કરી ફેન્સી ડિઝાઇનર રાખડીઓ તથા પૂજાની થાળી અને કંકાવટી બનાવી રહ્યા છે.કોરોના મહામારી ચાલી રહી છે. તો સરકારશ્રીના આદેશ અનુસાર દરેક નિયમોનું પાલન કરે છે. દિવ્યાંગ બાળકો હાથ સેનેટાઈઝ્ડ કરે છે, માસ્ક પહેરે છે અને સામાજિક અંતર જાળવી વિવિધ ડિઝાઇનર રાખડીઓ બનાવે છે. આ રાખડીઓનું પ્રદર્શન તથા વેચાણ નજીવી કિંમતે કરવામાં આવે છે,
જે બજાર કરતા પણ સારી અને કિફાયતી હોય છે. રાખડીઓ લેવા આવનારનુ થર્મલ સ્ક્રિનિંગ તથા સેનેટાઈઝ્ડ કરી પ્રવેશ આપવામાં આવે છે તેમજ જનજાગૃતિ અર્થે તેઓને વિનામૂલ્યે માસ્ક આપવામાં આવે છે. સંસ્થામાં રાખડી લેવા આવનાર રૂતબેન પંડિત(મેનેજર મહિલા સેવા બેંક) જણાવે છે કે બાળકોએ ખૂબ જ સુંદર કલાત્મક રાખડીઓ બનાવી છે તેઓએ બાળકો તથા સંસ્થાના પ્રયત્ને બિરદાવ્યો હતો અને સમાજને અપીલ કરી હતી દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડી ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા તથા ભૂમિકા બેન પટેલ દ્વારા દિવ્યાંગ બાળકો તથા રાખડી લેવા આવનાર ને છ દિવસ સુધી આયુર્વેદિક ઉકાળો બનાવી સેવા આપશે કહેવાય છે ને કે, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો….આ ઉક્તિ ચરિતાર્થ કરવા આ દિવ્યાંગ બાળકોએ આ વર્ષે આ કપરા સમયમાં પણ સાવચેતી રાખી ૨૦૦૦ જેટલી રાખડીઓ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.(તસવીર સાજીદ સૈયદ નડિયાદ )