નડિયાદ નોલેજ હાઈ સ્કૂલ દ્વારા વર્ષ ૨૦૨૨ સપ્તરંગ વાર્ષિક ઉત્સવની ઉજવણી

(પ્રતિનિધિ) નડિયાદ, નોલેજ હાઈ સ્કૂલ દ્વારા વર્ષ ૨૦૨૨ સપ્તરંગ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ધોરણ – ૬ થી ૮ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના , ગુજરાતી ગરબો , હનુમાન ચાલીસા , કોમેડી ડાન્સ , અંતાક્ષરી , રાજસ્થાની ડાન્સ , કોરોના થીમ પર ડાન્સ તેમ જ અલગ – અલગ થીમ ઉપર વિદ્યાર્થીમિત્રો દ્વારા પોતાની કૃતિ રજુ કરેલ હતી.
આભારવિધિ માટે પ્રતિક સરએ કાર્યક્રમ પુર્ણાહુતી સ્વરૂપે બે શબ્દો કહ્યાં હતા . કાર્યક્રમની રજૂઆત દરમિયાન બાળકો ખુબ જ ઉત્સાહી અને આનંદથી ભરેલા હતાં અને વાલીમિત્રો પણ એટલી મોટી ભેદી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો . વાર્ષિક દિવસનો કાર્યક્રમ નોલેજ ના શિક્ષકો દ્વારા ખુબ જ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ અને અંતમાં રાષ્ટ્રગા સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો .