નડિયાદ રેલ્વે સ્ટાફની ઉત્કૃષ્ઠ માનવતાવાદી પહેલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/photo_collage11657625556075.jpg)
શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈ તરફ જઈ રહેલા રેલ મુસાફરના જીવનનો દોર પરત ફર્યો બેભાન મુસાફરને કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવી લેવાયો
રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સાવધાન રહીને મુસાફરોને મદદ કરવા માટે હંમેશા શ્રેષ્ઠ પ્રયાસ કરે છે . આવી જ ખુર્શીની ક્ષણ આજે શતાબ્દી એક્સપ્રેસમાં નડિયાદ સ્ટેશન પર જોવા મળી હતી , જેમાં ટ્રેનમાં બેભાન મુસાફરને રેલ્વે કર્મચારીઓ દ્વારા કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા પુનઃજીવિત કરવામાં આવ્યો હતો . શ્રી અજય રાવલ અને તેમની પત્ની અમદાવાદ – મુંબઈ શતાબ્દી એક્સપ્રેસમાં ટ્રેન નંબર 12010 માં C / 3 કોચમાં સીટ 38 અને 39 પર ગાંધીનગરથી બોરીવલી જઈ રહ્યા હતા.
આ દરમિયાન નડિયાદ સ્ટેશન પર સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ શ્રી રાકેશ મિત્તલને માહિતી મળી કે શ્રી અજય રાવલની તબિયત સારી નથી અને તે બેભાન અવસ્થામાં છે . શ્રી મિત્તલે તાત્કાલિક કાર્યવાહી કરતા એમ્બ્યુલન્સને સૂચના આપી તથા સ્ટ્રેચર લઈને પ્લેટફોર્મ પર પહોંચ્યા . ટ્રેનમાંથી નીચે ઉતરીને ખબર પડી કે તેની હાલત નાજુક હતી અને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હતું.
આ દરમિયાન પોઈન્ટ્સમેન શ્રી જયેશ મેધા અને મિત્તલે પોતે મળીને તેમને વારા ફરથી CPR ( કૃત્રિમ શ્વાસ ) આપ્યો અને તેમનું જીવન ફરી પાછું ફર્યું અને વાતાવરણ ખુશીમાં ફેરવાઈ ગયું . ત્યારબાદ થોડી જ વારમાં તેમને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો . સહ – પ્રવાસી શ્રીમતી વંદના રાવલે પશ્ચિમ રેલ્વેના મુસાફરોના હિતમાં લીધેલા સમર્પણ , સખત પરિશ્રમ અને ત્વરિત પગલાંને બિરદાવતાં.
સૌનો આભાર અને કૃતજ્ઞતા દર્શાવી , વડોદરા ડિવિઝનના ડીઆરએમ શ્રી અમિત ગુપ્તાએ આ અદ્ભુત માનવતાવાદી પહેલની પ્રશંસા કરી . રેલ્વે કામદારોનો એવોર્ડ જાહેર કર્યો . તેમણે કહ્યું કે આ પ્રકારની CPR ( કૃત્રિમ શ્વાસ ) ની તાલીમ તમામ રેલવે કર્મચારીઓને આપવામાં આવે છે જેથી જરૂર પડ્યે 24 × 7 તાત્કાલિક મદદઆપવામાં આવી શકે.