નડિયાદમાં થયેલ ચોરીઓના ગુનેગારને પાસા હેઠળ અટકાયત કરતી ટાઉન સર્વેલન્સ સ્ક્વોડ

પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુનાના વધુ કેસોમાં સંડોવાયેલ આરોપી વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરવા કરેલ સુચના આધારે એચ.બી.ચૈાહાણ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે .
નાઓએ નડીયાદ ટાઉન પોલીસ સ્ટશેનમાં નિલેષ ઉર્ફે નીલીયો રંગીતભાઇ તળપદા રહે.નડિયાદ કમળા રોડ , ભરતભાઇના પીઠામાં તા.નડિયાદ મુળ રહે.નડિયાદ , ચકલાસી ભાગોળ , કુમાર પેટ્રોલપંપ નજીક તા.નડિયાદ જી.ખેડા નાઓ વિરૂધ્ધમાં છેલ્લા છ માસમાં કુલ છ ગુનાઓ નોંધાયેલ હોય જે ગુના સબંધે તેના વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી મહે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ નડીયાદ વિભાગ તથા મહે પોલીસ અધીક્ષક ખેડા નડીયાદ નાઓ મારફતે મહે જીલ્લા મેજી ખેડા- નડીયાદ નાઓ તરફ મોકલી આપેલ .
જે પાસા દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા નિલેષ ઉર્ફે નીલીયો રંગીતભાઇ તળપદા રહે.નડિયાદ નાને પાસા વોરંટ હેઠળ આજ રોજ અટકાયત કરી જીલ્લા જેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે . –
પાસા હેઠળ અટકાયત કરેલ ઇસમ નિલેષ ઉર્ફે નીલીયો રંગીતભાઇ તળપદા રહે.નડિયાદ કમળા રોડ , ભરતભાઇના પીઠામાં તા.નડિયાદ મુળ રહે.નડિયાદ , ચકલાસી ભાગોળ , કુમાર પેટ્રોલપંપ નજીક તા.નડિયાદ જી.ખેડા