નડિયાદ સંતરામ મંદિરની લેબમાં વિના મૂલ્યે HRCT SCAN નો રિપોર્ટ
ખેડા જિલ્લાના ગામડાઓમાં પણ હવે કોરોનાનો અજગરી ભરડો પ્રજાને પોતાના પંજામાં લઈ રહ્યું છે તો ગામડાના ગરીબ લોકોને સીટી સ્કેન રિપોર્ટ કરવાના રૂપિયા નથી. ગુજરાત સરકાર દ્વારા માન્યતા ધરાવતી લેબ મહત્તમ 3000 રૂપિયા સુધી આ રિપોર્ટ કરવાનો ચાર્જ લઈ શકે છે.
ત્યારે બે હાલ બનેલી પ્રજા માટે શ્રી સંતરામ મંદિર (Santaram Temple, Nadiad, Gujarat) દ્વારા વિનામૂલ્યે સીટી સ્કેન (HRCT Scan report free of Cost) કાઢી આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
શ્રી સંતરામ રેડિયોલોજી ઍન્ડ ઇમેજીંગ સેન્ટર તા ૧૪ -૦૫-૨૦૨૧ , શુક્રવાર ( અખાત્રીજ ) ના દિવસથી તા ૩૦-૦૬-૨૦૨૧ સુધી જનસેવાના પ્રકલ્પ રૂપે ફક્ત HRCT SCAN (કોવિડનો રિપોર્ટ Covid19) તદ્દન નિ : શુલ્ક ( ફ્રી ) કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. રવિવાર તથા અન્ય રજાઓના દિવસે સેન્ટર ચાલુ રહેશે.
દર્દીએ ડૉક્ટરનો રેફરન્સ લેટર લઈને આવવાનું રહેશે, આ જાહેરાતથી પ્રજામાં રાહત થઇ છે, કેમકે સીટી સ્કેનના રિપોર્ટ પાછળ ખર્ચવા પડતા નાણાં હવે બચશે.