નડિયાદ સહિત જિલ્લાની તમામ કોર્ટો ચાલુ કરવા બાર એસોશીયેશનની માંગ
નડિયાદ સહિત તમામ તાલુકાની કોર્ટ લોકડાઈન થી બંધ છે જેથી વકીલો આર્થિક મુશ્કેલી માં છે આજે નડિયાદ ખાતે નડિયાદ બાર તેમજ જિલ્લાની તમામ તાલુકા કોર્ટના બારના હોદેદારો હાજર રહ્યા હતા અને મીટીંગ કરી ડીસ્ટ્રીકટ જજને આવેદન પત્ર આપ્યું હતું.
મળતી માહિતી મુજબ.નડીઆદ બાર એસોશીયેશન હોલમાં નડીઆદ બાર એસોશીયેશનના પ્રમુખ તથા સમગ્ર ખેડા જીલ્લાના બાર એસોશીયેશનના પ્રમુખ , મંત્રી અને હોદેદારોની મીટીંગ મળી હતી . આ મીટીંગમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય કીરીટભાઈ એ . બારોટ ખાસ ઉપસ્થિત રહેલા . અને સદર મીટીંગમાં ખેડા જીલ્લાના નડીઆદ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ અને ખેડા જીલ્લાના તમામ તાલુકાની નામદાર કોર્ટે પુનઃ શરૂ થાય તે માટેની લાગણી પણ તેઓએ વ્યકત કરેલી અને સદર મીટીંગમાં નડીઆદ બાર એસોશીયેશન , માતર બાર એસોશીયેશન , કપડવંજ બાર એસોશીયેશન , ઠાસરા બાર એસોશીયેશન , કઠલાલ બાર એસોશીયેશન , ડાકોર બાર એસોશીયેશન , મહેમદાવાદ બાર એસોશીયેશન , વસો બાર એસોશીયેશન , ગળતેશ્વર — સેવાલીયા બાર એસોશીયેશનના પ્રમુખ હોદેદારો ઉપસ્થિત રહેલા .
અને જે મીટીંગમાં ખેડા જીલ્લાના નડીઆદ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટ અને ખેડા જીલ્લાના તમામ તાલુકાની નામદાર કોર્ટે પુનઃ શરૂ થાય તે માટેની લાગણીઓ વ્યકત કરેલી અને આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સાહેબને અને ખેડા જીલ્લાના મહે . ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને લેખીતમાં આવેદનપત્ર સહીઓ કરીને આપેલ છે . આ પ્રસંગે સ્વાગત પ્રવચન બાર એસોશીયેશનના પ્રમુખ યોગીબેન બારોટે કરેલ .
કાર્યકર્મનું સંચાલન અને આભારવિધિ બાર એસોશીયેશનના મંત્રી શબીર પીરજાદાએ કરેલ . આ પ્રસંગે ખાસ માતર બાર એસોશીયેશનના સીનીયર પ્રમુખ ફખાન પઠાણ , ઠાસરા બારના પ્રમુખ એ . પી . ગોહેલ , કપડવંજ બારના પ્રમુખ જે . યુ . મલેક , કઠલાલ બારના પ્રમુખ દીગ્વીજયસિંહ ઝાલા , ડાકોર બારના પ્રમુખ વીકાસ શાહ , મહેમદાવાદ બારના પ્રમુખ પ્રફુલચંદ્ર , ખેડા બારના પ્રમુખ મયુર કે . રબારી , વસો બારના પ્રમુખ અશ્વિન મહીડા , ગળતેશ્વર બારના પ્રમુખ પી . આર . પરમાર વિગેરે તમામ બારના પ્રમુખ અને હોદેદારો ઉપસ્થિત રહેલા . (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )