નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દી એ બીજા માળે થી મોત ની છલાંગ લગાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/51-1024x768.jpg)
બાલાસિનોર નો રહેવાસી કોરોના સંક્રમિત ૫૧ વર્ષીય દર્દી સારવાર માટે નડીઆદ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયો હતો આ દર્દી એ નડીઆદ સિવિલ ના બીજા માળ પરથી મોત ની છલાંગ લગાવી જીંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે
અગાઉ પણ તેવો આત્મહત્યા કરવા નો પ્રયાસ કરીયો હતો જોકે તે વખતે સ્ટાફે બચાવી લીધા હતા
બાલાસિનોર માં આવેલ જલારામ સોસાયટી માં રહેતા મૂળ વસાદરા ના અને દૂધ મંડળી માં સેકેટ્રી તરીકે સેવા આપતા ભરતભાઈ મૂળશંકર જોશી ઉંમર વર્ષ ૫૧ ને કોરોના નો ચેપ લાગીયો હતો સ્થાનિક તબીબ પાસે સારવાર લેતા સારું ન થતા વડોદરા ની હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયા હતા જો કે વડોદરા માં હોસ્પિટલો માં બેડ ન મળ્યો હોય નડિયાદ સિવિલ માં લાવિયા હોવાનુના જાણવા મળે છે
તારીખ ૧૭\૪\૨૧ ના રોજ નડિયાદ સિવિલ માં લાવવામાં આવીયા હતા બીજા માળે બનાવેલ કોરોના વોર્ડ માં રાખવા માં આવીયા હતા તબિયત સારી ન હોઈ તેમને બાયપેપ પર રાખી સારવાર આપવા મા આવી રહી હતી આજે રોજ સવારે સાડા સાત કલાકે બાથરૂમ જઈ આવું કહી બાયપેપ મશીન નર્સ પાસે કઢાવી તેવો બાથરૂમ માં ગયા હતા બાથરૂમની જાળી તોડી તેમાંથી કુદી સુસાઇડ કર્યો હતો નીચે પાડેલા ભરત ભાઈ ને તરત સારવાર અપાઇ હતી જોકે સારવાર દરમિયાન ૮:૦૦ ડોકટરે મૃત જાહેર કર્યો હતો આં બનાવ ને લઈ ભારે ચકચાર મચી છે આં અગે પોલીસ ને જાણ કરતા પોલીસે આવી કાર્યવાહી હાથ ધરી છે ભરતભાઈ ને તા ૧૭\૪\૨૧ ના રોજ કોરોના દર્દી તરીખે દાખલ કરાયા હતા તા ૧૮\૪\૨૧ ના રોજ પણ આ ભરતભાઈ ધાબા પર ચડી સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો