નડીઆદના બુટલેગર ગીરીશ પ્રજાપતિનો દારૂનો જથ્થો ઝડપાયો
(પ્રતિનિધિ) નડીઆદ, નડીઆદના માઈ મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી દારૂનો બુટલેગર દારૂનો બેરોકટોક વેચાણ કરતો હોવા છતાં પશ્ચિમ પોલીસની અમી નજર તેના પર હતી ધાર્મિક સ્થળ નજીક દારૂના આ વેપલા બાબતની માહીતી એસ.ઓ.જી પોલીસને મળી હતી જેથી દરોડો પાડી કુલ ૧૬,૬૦૦ના દારૂ સાથે મુખ્ય બુટલેગરના ફોલ્ડરને પકડી પાડયો છે પશ્ચિમ પોલીસમાં કાયદેસરની ફરીયાદ આપી છે.
મળતી માહિતી મુજબ નડીઆદ પશ્ચિમ વિસ્તારમાં માઈમંદીર આવેલ છે આ મંદિર નજીક એક રીક્ષામાં ર૦ થી રપ દારૂની બોટલો મુકી ગીરીશ પ્રજાપતિ નામનો બુટલેગર તેના ફોલ્ડરીયા પાસે વેચાણ કરાવતો હતો અને આટલી બોટલ પુરી થાય તો બીજી ર૦ થી રપ દારૂની બોટલ મુકી આમ થોડો થોડો જથ્થો નાખી વેચાણ કરાવતો હતો માઈ મંદીર રોડ પર બેરોકટોક આવી રીતે દારૂનું વેચાણ કરનાર બુટલેગર ગીરીશ પ્રજાપતિની આ પ્રવૃતિ સામે લોકો ગુસ્સે હતા પરંતુ માથાભારે આ બુટલેગરથી લોકો અવાજ ઉઠાવતા ન હતા આ માહીતીથી પશ્ચિમ પોલીસ વાકેફ હોવાનું પ્રજા કહી રહી છે કોઈ અગમ્ય કારણસર પોલીસને મીઠી નજર રાખવાની ફરજ પડતી હતી. આ અંગેની જાણ એસ.ઓ.જી. પોલીસના પી.એસ.આઈ. એન.એસ. પરમારે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો ત્યાં ઉભેલી રીક્ષા નં. જીજે ૭ વાય વાય ૮૭૬૭ માં બસી દારૂનો વેચાણ કરતા મોહંમદ તોસીફ મોહંમદ આરીફ શેખને પકડી પાડયો હતો તેની પાસેથી વ્હીસકીની ૪૬ નંગ બોટલો અલગ-અલગ માર્કાની બોટલો મળી આવી હતી પોલીસે પ૦,૦૦૦ (પચાસ હજાર) રીક્ષા સાથે કુલ મુદ્દામાલ સાથે ૬૬,૬૦૦નો જપ્ત કર્યો હતો. પી.એસ.આઈ. પરમારે મોહમંદ તોસીફની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગીરીશ પ્રજાપતિ પાસેથી તે જથ્થો લાવયો હતો જેથી પશ્ચિમ પોલીસમાં મોહમંદ તોસીફ શેખ અને ગીરીશ પ્રજાપતિ સામે ફરીયાદ આપી છે.
મોહંમદ તોસીફને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ માંગતા એક દિવસના રિમાન્ડ મળ્યા છે ગીરીશ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી દારૂનો જથ્થો મંગાવી તેના ફોલ્ડરીયા પાસે વેચાણ કરાવતો હોવાની ચર્ચા ચાલી રહી છે આ ગીરીશ પર મોટા માથાના આર્શીવાદ હોવાના આક્ષેપ પણ ઉઠયા છે આ ગીરીશ પ્રજાપતિ સામે ફરીયાદ નોંધાઈ છે તો તેના વિરૂધ્ધ પાસાની દરખાસ્ત થાય તેવું પણ જાગૃત નાગરીક ઈચ્છી રહયા છે હાલમાં ગીરીશ પ્રજાપતિ વોન્ટેડ છે. આ અંગે પી.આઈ યુ.એ.ડાભી જણાવ્યું હતું કે ગીરીશ પ્રજાપતિ હાલમાં ફરાર છે તેને પકડવા માટે પોલીસ કામે લાગી છે આ દારૂનો જથ્થો ગીરીશ પ્રજાપતિનો હોવાનો પકડાનાર આરોપીએ કબુલ્યો છે.*